Gandhinagar/ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર ‘વિપક્ષ ગૃહસભામાં પ્રશ્નો ઉપસ્થિત કરી શકયો નથી'”

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ ડ્રગ્સ મામલે (Drugs) કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ ડ્રગ્સ મામલે (Drugs) કોંગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે વિપક્ષ ગૃહમાં પ્રશ્નો ઉપસ્થિત કરી શક્યો નથી. કોંગ્રેસે અત્યાર સુધી અનેક વિષય પર ફક્ત દેખાવો કર્યા છે. કોંગ્રેસ યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નો પૂછવામાં અસફળ રહી. નોંધનીય છે કે ગઈકાલે અમિત ચાવડામાં રાજ્યમાં ડ્રગ્સના વધતા કારોબારનો ઉલ્લેખ કર્યો હતો. અમિત ચાવડાને જવાબ પર પલટવાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે હું પ્રત્યેક સભ્યને જવાબ આપવાતૈયાર છું.

Harsh Sanghvi made a big announcement regarding traffic rules | BREAKING: ટ્રાફિકના નિયમોને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત

રાજ્યમાં ડ્રગ્સનો વેપલો અને હેરાફેરી વધતા રાજ્ય સરકારની નિષ્ફળતા હોવાના કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ મૂકયો હતો. જેનો ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ આજે સણસણતો જવાબ આપ્યો. હર્ષ સંઘવીએ કહ્યું કે મેં ડ્રગ્સની ચર્ચા લાઈવ ટેલિકાસ્ટ કરવા અધ્યક્ષને વિનંતી કરી હતી. પરંતુ કોંગ્રેસના લોકોએ ચર્ચા ના થવા દીધી. મે બધા પ્રશ્નોની માહિતી આપવાની પણ તૈયારી દર્શાવી  છતાં કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. હું આજે તમામને જણાવવા માંગુ છું કે રાજ્ય સરકાર ડ્રગ્સ દૂષણ નાથવા કટિબદ્ધ છે. મારી સાથે ફોટો હોય તો પણ પહેલા તે વ્યક્તિને જેલમાં ધકેલી દે જો. સરકારે અત્યાર સુધીમાં ડ્રગ્સની હેરાફેરી મામલામાં 90થી વધુ લોકોને પકડવામાં સફળતા મળી છે.

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે કાલે ડ્રગ્સ મુદે વિપક્ષે ચર્ચાની માંગ કરી હતી. આજે ચર્ચા કરવાનો સમય આપવામાં આવ્યો. પરંતુ લાગે છે કે કોંગ્રેસ ખૂલ્લી પડે તેવુ હોવાથી ચર્ચાના મૂડમાં નથી. હું વિપક્ષને દરેક જવાબ આપવા તૈયાર છું. સરકાર ડ્રગ્સ મામલે લડાઈ લડી રહી છે. કોઈપણ વ્યક્તિને સમાજમાં દૂષણ ફેલાવવાનો અધિકાર નથી. મારા જીવને જોખમમાં મૂકી આ લડાઈ લડી રહ્યો છું. ડ્રગ્સના કારોબારમાં નાની વ્યક્તિથી લઈને મોટી માછલીઓને પણ છોડવામાં આવશે નહી. ડ્રગ્સ મામલે સરકાર વધુ કડક વલણ અપનાવી રહી છે. અમારી સરકાર કામ કરે છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહિ. મારી સાથે ફોટા હોવા છતાં પોલીસે કાર્યવાહી કરી એ સરકારની કામગીરીનું મોટું સર્ટિફિકેટ છે.  ડ્રગ્સ મામલે મોટું રેકેટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 50 પાકિસ્તાનો ડ્રગ્સ મામલે પકડાયા હોવાથી આ ડ્રગ્સ નેટવર્કના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પોલીસ બહુ જલદી પાકિસ્તાનથી ચાલતા ડ્રગ્સ રેકેટનો સફાયો કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યોગી સરકારના કાવડ યાત્રા પર NDAનેતાએ આપ્યું મોટું નિવેદન, ધર્મને રાજકારણ સાથે જોડવો યોગ્ય નથી

આ પણ વાંચો: ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, બહાર આવ્યો યોગી સરકારનો નિર્ણય

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપર લીક મામલે યોગી સરકારની મોટી કાર્યવાહી