@પરેશ પરમાર, અમરેલી
આજે આપને એક એવા ગામની વાત કરવા જી રહ્યા છીએ જેનું નામ તો છે અરજનસુખ , પરંતુ ગામમાં વિકાસ અને સુખ સુવિધાના નામે આજે પણ મીંડું જોવા મળે છે. નથી આ ગામે આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા, નથી આવતી આ ગામે બદતર હાલતમાં થયેલા રસ્તાના કારણે એસટી બસો, વયો વૃદ્ધો અને વિદ્યાર્થીઓ સહિતના સ્થાનિક લોકોને ચાલીને જવું પડે છે ગામ, હાઇવે ટચનું ગામ જનખે છે વિકાસ, પીવાના પાણીના ટાંકા જર્જરિત,સ્કૂલ જર્જરિત,રસ્તાઓ જર્જરિત આજ છે વિકાસ.
સરકારની મસમોટી જાહેરાતો થઈ રહી છે વિકાસશીલ ગુજરાત ત્યારે આ ગામ વિકાસ માટે તરસતું જણાઈ રહ્યું છે રોડ રસ્તા,પીવાના પાણી અને એસટી બસો ને લઈને સ્થાનિક લોકો પરેશાની ભોગવી રહયા છે.

વડિયા તાલુકાનું અરજનસુખ ગામની વસ્તી ત્રણ હજાર આસપાસની છે. અહીંના ગ્રામજનો માત્ર ખેતી આધારિત છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામ બગસરા હાઇવે ટચનું ગામ છે અહીં જવા માટેનો મુખ્ય રસ્તો બદતર હાલતમાં હોવાથી અહીં કોઈ એસટી બસની સુવિધા નથી. રોડ બદતર હાલતમાં થતા એસટી બસની સુવિધા બંધ કરવામાં આવીનું ગ્રામજનો જણાવી રહયા છે. અહીં નદી પર ચેકડેમો છે પરંતુ પીવાના પાણીના માટે લોકો પરેશાની વેઠી રહયા છે. પીવાના ટાંકાઓ વરસો થી બનેલાના છે જે હવે જર્જરિત થી અચુક્યા છે. જેને લઈને લોકો પરેશાની વેઠી રહયા છે. અહીં સ્કૂલ છે પરંતુ એ જર્જરિત હાલતમાં છે. ત્યારે અહીંના સ્થાનિક સરપંચે લેખિતમાં અનેક રજૂઆતો અને માગણીઓ કરી છે કે અમારું ગામ વિકાસથી વાંચીત છે અહીં વિકાસ પહોંચાડો.
ત્યારે આ ગામે પહોંચવા માટે સ્થાનિક લોકોને અને વિદ્યાર્થીઓને પગનો સહારો લેવો પડે છે. ત્યારે આ ગામમાં એન્ટ્રી થતા જ ખાબડ ખૂબડ રસ્તાથી વાહન ચાલકો પણ પરેશાન થઈ રહયા છે ત્યારે બહારથી આવતા વાહનો આવતા જતા બંધ થયા છે ત્યારે આ ગામના બદતર હાલતમાં થયેલા રસ્તાની ઊડતી ધૂળની ડમરીઓથી પણ લોકોના આરોગ્યને નુકશાન થાય રહ્યું છે જે હાલ આ ગામે આરોગ્યની સુવિધાઓ પણ નથી.
આ ગામે બદતર હાલતમાં થયેલા રસ્તાના કારણે નથી કોઈ એસટી બસની સુવિધા કે નથી પીવાના પાણીના ટાંકણે લઈને વ્યવસ્થા તો બીજી બાજુ આ ગામે નથી આરોગ્ય ની સુવિધા કોઈ વ્યક્તિને તબિયત નરમ ગરમ થાય કે કોઈ સ્ત્રી પ્રેગનેટ હોઈને સારવાર માટે દવાખાને જવું હોય કે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવીએ તો આ બે થી ત્રણ કી. મી.નો રસ્તો એક કલાક જેવો સમય ખાઈ જાય છે ત્યારે આ બાબતે સરકાર પાસે આ ગામને સુવિધાઓ મળે તેવી સ્થાનિક લોકો અને સરોઅંચની માંગ ઉઠી છે.
સરકારની મસમોટી જાહેરાતો વિકાશશીલ ગુજરાતનું આ ગામ ચેલેન્જ આપી રહ્યું છે કે આજ રીતે ગુજરાતનો વિકાસ થાય રહ્યો છે ત્યારે આ ગામને રોડ રસ્તા,જર્જરિત સ્કૂલ અને પીવાના પાણી થી લઈને આરોગ્ય સુધીની પ્રાથમિક સુવિધાઓ મળશે ક્યારે એ હોવી જોવાનું રહ્યું.
