Not Set/ પ્રદૂષણની લપેટમાં મેગા સિટી ‘અમદાવાદ’

દિલ્હી બાદ અમદાવાદના પ્રદૂષણમાં પણ વધારો થયો છે. હવાના પ્રદૂષણ અંગે જાણકારી આપતી એક વેબસાઈટના જણાવ્યાં મુજબ અમદાવાદના રાયખડ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ અતી ગંભીર છે. આ સાથે જ બોપલ, સેટેલાઈટ અને નવરંગપુરામાં હવાનુ પ્રદૂષણ મધ્યમ છે જ્યારે એરપોર્ટ અને રાયખડમાં પ્રદૂષણ ઓછું છે. અમદાવાદમાં હવામાં વધી રહેલા પ્રદૂષણના આંકડા ઉપર નજર કરીએ તો, અમદાવાદમાં હવાનું […]

Gujarat

દિલ્હી બાદ અમદાવાદના પ્રદૂષણમાં પણ વધારો થયો છે. હવાના પ્રદૂષણ અંગે જાણકારી આપતી એક વેબસાઈટના જણાવ્યાં મુજબ અમદાવાદના રાયખડ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ અતી ગંભીર છે. આ સાથે જ બોપલ, સેટેલાઈટ અને નવરંગપુરામાં હવાનુ પ્રદૂષણ મધ્યમ છે જ્યારે એરપોર્ટ અને રાયખડમાં પ્રદૂષણ ઓછું છે. અમદાવાદમાં હવામાં વધી રહેલા પ્રદૂષણના આંકડા ઉપર નજર કરીએ તો, અમદાવાદમાં હવાનું પ્રદૂષણ 67.65 ટકા હાઈ છે જ્યારે એર કવોલીટી 32.35 ટકા લો છે.

જો વાત કરીએ દિલ્હીમાં વધેલા પ્રદૂષણની તો દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો ટ્રકની એન્ટ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પણ અત્યારે હટાવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, દિલ્હીમાં એન્વાયરમેન્ટ પોલ્યૂશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓથોરિટી દ્વારા દિલ્હી અને NCRમાં પોલ્યૂશનના સમાધાન માટે પગલા લેવામાં આવ્યા હતા અને ડીઝલ ગાડીઓ અને થર્મલ પાવર પ્લાન્ટ ટેમ્પરેરી બંધ કરી દેવા જોઈએ તેવું સુચન આપ્યું હતું. આ સુચન ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન અંતર્ગત આપવામાં આવ્યું હતું.