વિજય દેવરકોંડા ફિલ્મ લાઈગરને લઈને મુશ્કેલીમાં છે. EDએ આ ફિલ્મના ફંડિંગને લઈને વિજય દેવરકોંડાની પૂછપરછ કરી છે. ED એ અભિનેતાની કથિત FEMA ઉલ્લંઘન કેસમાં પૂછપરછ કરી હતી. આપને જણાવી દઈએ કે 17 નવેમ્બરના રોજ ED અધિકારીઓએ ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાધ અને અભિનેતામાંથી નિર્માતા બનેલી ચાર્મી કૌરની એક દિવસ પૂછપરછ કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થયેલી હિન્દી-તેલુગુ ફિલ્મ ‘લાઈગર’માં રોકાણના સ્ત્રોત વિશે તેમને પૂછપરછ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા બક્કા જુડસન દ્વારા ફિલ્મમાં શંકાસ્પદ રોકાણ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ EDએ તપાસ શરૂ કરી હતી. જુડસન કહે છે કે રાજકારણીઓએ પણ આ ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. તેઓ દાવો કરે છે કે આનાથી રોકાણકારો માટે કાળા નાણાને સફેદમાં ફેરવવાનું સરળ બન્યું.
EDના અધિકારીઓએ ફેમાનું ઉલ્લંઘન કરીને વિદેશમાંથી ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયાનું કથિત રીતે રોકાણ કરવામાં આવ્યું હોવાના આરોપ અંગે નિર્દેશક અને નિર્માતાની પૂછપરછ કરી હોવાનું કહેવાય છે.
તપાસ એજન્સીને શંકા છે કે ઘણી કંપનીઓએ ફિલ્મ નિર્માતાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. હવે નિર્માતાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે કે જેમણે પૈસાનું રોકાણ કર્યું છે અને વિદેશી કલાકારો માઇક ટાયસન અને તકનીકી ક્રૂને કેવી રીતે ચૂકવણી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિજય દેવરકોંડા સિવાય અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન, માઈક ટાયસન છે. ફિલ્મનું બજેટ 125 કરોડ છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લાસ વેગાસમાં થયું છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં આ વખતે ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા, શું લઇ શકશે કોંગ્રેસથી બદલો?
આ પણ વાંચો:ભુજ વિધાનસભા બેઠક પર શું આ વખતે પણ રહેશે ભાજપનો દબદબો?
આ પણ વાંચો:આ જીલ્લાના મતદાન મથકો પર મોબાઇલ નેટવર્ક જ નથી, ચૂંટણીપંચે કરી આ રીતે તૈયારી
