Not Set/ પાકિસ્તાન કોર્ટ ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જેલમાંથી કરશે આઝાદ

લાહોર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ  શરીફને ભ્રષ્ટાચાર મામલે મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી છે. ન્યુઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે હાઈકોર્ટે નવાઝ શરીફ, તેની દીકરી મરિયમ નવાઝ  શરીફ અને જમાઈની સજાને અટકાયત કરી છે.  હાલ તે ત્રણેય જેલમાં છે. જસ્ટીસ અથાર મિનાલ્લાહ અને જસ્ટીસ મિયાંગુલ હસન સહિત બીજા બે […]

Top Stories World Trending

લાહોર

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ  શરીફને ભ્રષ્ટાચાર મામલે મોટી રાહત મળી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી છે. ન્યુઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે હાઈકોર્ટે નવાઝ શરીફ, તેની દીકરી મરિયમ નવાઝ  શરીફ અને જમાઈની સજાને અટકાયત કરી છે.  હાલ તે ત્રણેય જેલમાં છે.

Image result for nawaz sharif with his daughter

જસ્ટીસ અથાર મિનાલ્લાહ અને જસ્ટીસ મિયાંગુલ હસન સહિત બીજા બે ન્યાયાધીશે પૂર્વ વડાપ્રધાન પરની સજાને અટકાવી દીધી છે.

Image result for nawaz sharif with his daughter

Image result for nawaz sharif with his daughter

તમને જણાવી દઈએ કે એવનફિલ્ડ પ્રોપર્ટીઝ કેસમાં દોષી સાબિત થવાથી પાકિસ્તાનની ચૂંટણી પહેલા નવાઝ શરીફ અને તેના પરિવારને જેલ મોકલી દેવામાં આવ્યો હતો. આ મામલે નવાઝ  શરીફને ૧૦ વર્ષ, મરિયમને ૭ વર્ષ અને તેના પતિને ૧ વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી.

કોર્ટે હાલ મરિયમના પતિ સફદરને ૫ લાખ રૂપિયાનો જામીન બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે 25 જુલાઇના રોજ સામાન્ય ચૂંટણી થવાની હતી. ત્યારે કોર્ટના આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં ફરી રાજકારણ ગરમાયું હતું. વિવિધ રાજકીય સંગઠનોમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો હતો. નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ સ્વીસ બેંકમાં કાળા નાણા રાખવાની ફરિયાદ નોંધાઇ હતી. શરીફ પરિવાર વિરુદ્ધ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના ચાર કેસ ચાલી રહ્યાં છે. ગત વર્ષે જુલાઇમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત સાબિત થયા બાદ 68 વર્ષિય નવાઝ શરીફ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ ચાલી રહ્યાં હતા. નવાઝ શરીફ પર વડાપ્રધાનના પદ પર રહીને કાળા નાંણાને સફેદ કરી લંડનમાં કોરોડ રૂપિયાની બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ હતો. પનામા પેપર લીક થયા બાદ દુનિયાભરના રાજકારણી, સેલિબ્રેટી લોકોના કાળા નાણાં અંગેની માહિતી જાહેર થઇ ગઇ હતી.