Not Set/ અહીંની મહિલાઓ બાળકને જન્મ આપવા જાય છે બીજા દેશમાં… જાણો શું છે કારણ

વેનેઝુએલામાં આર્થિક સંકટની અસર ગર્ભવતી મહિલાઓ પર પણ પડી રહી છે. એમને પોતાના બાળકોને જન્મ આપવા માટે પાડોશી દેશ બ્રાઝીલ જવા માટે મજબુર થવું પડી રહ્યું છે. પોતાના દેશમાં ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાતી જરૂરી વસ્તુઓ, દવાઓ અને ડાયપરની કમી હોવાના કારણે આ મહિલાઓ બ્રાઝીલ જઈ રહી છે. જ્યાં રોજ વેનેઝુએલાના ત્રણ બાળકોનો જન્મ થઇ રહ્યો […]

World Trending

વેનેઝુએલામાં આર્થિક સંકટની અસર ગર્ભવતી મહિલાઓ પર પણ પડી રહી છે. એમને પોતાના બાળકોને જન્મ આપવા માટે પાડોશી દેશ બ્રાઝીલ જવા માટે મજબુર થવું પડી રહ્યું છે. પોતાના દેશમાં ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગમાં લેવાતી જરૂરી વસ્તુઓ, દવાઓ અને ડાયપરની કમી હોવાના કારણે આ મહિલાઓ બ્રાઝીલ જઈ રહી છે. જ્યાં રોજ વેનેઝુએલાના ત્રણ બાળકોનો જન્મ થઇ રહ્યો છે.

મારિયા ટેરેસા લોપેઝ આવી જ એક માં છે, જેમણે સોમવારે બ્રાઝિલની સીમા રેખા નજીકના રાજ્ય રોરાઈમાં માં પોતાના બાળકને જન્મ આપ્યો હતો. એમણે કહ્યું કે જો હું ત્યાં(વેનેઝુએલા) રોકાતી, તો મારુ બાળક મારી જતું. ત્યાં ન તો ભોજન હતું, ન દવાઓ અને ન ડોક્ટર.

લોપેઝ પાંચ મહિના પહેલા પોતાના ઘર ઓરિનોકોથી 800 કિલોમીટર દૂર બ્રાઝીલ પહોંચી હતી. તેઓ એવી સેંકડો મહિલાઓમાંની એક છે, જેઓ આર્થિક સંકટ વચ્ચે પોતાનો દેશ છોડવા મજબુર થઇ રહી છે. વેનેઝુએલામાં સંકટના કારણે બ્રાઝિલના રોરાઈમાં રાજ્ય પર ભાર વધી ગાયો છે. જેનાથી ત્યાં અપરાધ, દેહ-વ્યાપાર અને બીમારીઓ વધી ગઈ છે. રોરાઈમાં ના ગવર્નરે બ્રાઝિલની સુપ્રિમ કોર્ટને સીમા રેખા બંધ કરવાની અપીલ કરી છે. જેથી શરણાર્થીઓના સંકટથી લડી શકાય. જોકે, બ્રાઝીલ સરકારે માનવીય આધાર પર આ અનુરોધને ફગાવી દીધો છે.

રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલી ડેનિયેલા સૌજાએ જણાવ્યું કે રોજ 800 લોકો વેનેઝુએલા થી આવી રહ્યા છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકોને મેડિકલ હેલ્પની જરૂર છે. રોરાઈમાં ની બાઓ વિસ્ટા હોસ્પિટલમાં ગયા વર્ષે 566 બાળકોનો જન્મ થયો હતો, જયારે 2018ના ગયા છ મહિનામાં 571 બાળકોનો જન્મ થયો છે.