Not Set/ ગુજરાત અને ઝારખંડ બાદ યુપી સરકારે પણ રાજ્યમાં લાગુ કર્યું આ બીલ

લખનઉ, સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે આ બીલને ઉત્તરપ્રદેશમાં પણ લાગુ કરવામાં આવ્યું છે. યુપીની યોગી સરકાર દ્વારા જનરલ કોટા અનામત બીલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ દેશનું ત્રીજું રાજ્ય બન્યું […]

Top Stories India Trending
28 57 1496598299 222417 khaskhabar ગુજરાત અને ઝારખંડ બાદ યુપી સરકારે પણ રાજ્યમાં લાગુ કર્યું આ બીલ

લખનઉ,

સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવા માટેના જનરલ કોટા અનામતના બીલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ બીલને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારબાદ હવે આ બીલને ઉત્તરપ્રદેશમાં પણ લાગુ કરવામાં આવ્યું છે.

96545614 ram ગુજરાત અને ઝારખંડ બાદ યુપી સરકારે પણ રાજ્યમાં લાગુ કર્યું આ બીલ

યુપીની યોગી સરકાર દ્વારા જનરલ કોટા અનામત બીલને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી સાથે જ હવે યુપીમાં ૧૪ જાન્યુઆરીથી આં બીલ લાગુ થઇ ગયું છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાત અને ઝારખંડમાં સરકારે આ બીલને મંજૂરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સવર્ણોને ૧૦ ટકા અનામતના બીલને સંસદના બંને ગૃહોમાં પસાર કરાયું છે, જ્યાં રાજ્યસભામાં બીલના પક્ષમાં કુલ ૧૬૫ વોટ પડ્યા હતા, જયારે વિરોધમાં માત્ર ૭ વોટ જ પડ્યા હતા.

બીજી બાજુ આ બીલ સંસદમાં પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પરિવર્તનની દિશામાં મહત્વનું પગલું બતાવ્યું હતું. તેઓએ જણાવ્યું, “૧૨૪મું સંશોધન બીલ, ૨૦૧૯ સંસદના બંને ગૃહોમાં પસાર થવું એ અમારા યુવા શક્તિને ભારતના પરિવર્તન પ્રત્યે તેઓના યોગદાનને બતાવવા માટે એક વિસ્તૃત કેનવાસ છે”.