Not Set/ સલમાન ખાનને 18 વર્ષ જૂના આર્મ્સ એક્ટ કેસમાં જોધપુર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

જોધપુરઃ જોધપુરની એક કોર્ટે અભિનેતા સલમાન ખાન આર્મ્સ એક્ટ અને કાળીયાર કેસમાં નર્દેષ છોડી મૂક્યો હતો. સલમાન ખાન વિરુદ્ધ 18 વર્ષ જુના આર્મ્સ એક્ટ મામલે જોધપુરની એક અદાલતમાં કેસ ચાલતો હતો. સલમાન ખાન સામે પ્રતિબંધિત કાળીયાર હરણનો શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે જોધપુર કોર્ટમાં કેસ ચાલતો હતો. સલમાન ખાન અને તેની બહેન અલવીરા મંગળવારે સાંજે […]

India Business
salman સલમાન ખાનને 18 વર્ષ જૂના આર્મ્સ એક્ટ કેસમાં જોધપુર કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

જોધપુરઃ જોધપુરની એક કોર્ટે અભિનેતા સલમાન ખાન આર્મ્સ એક્ટ અને કાળીયાર કેસમાં નર્દેષ છોડી મૂક્યો હતો. સલમાન ખાન વિરુદ્ધ 18 વર્ષ જુના આર્મ્સ એક્ટ મામલે જોધપુરની એક અદાલતમાં કેસ ચાલતો હતો. સલમાન ખાન સામે પ્રતિબંધિત કાળીયાર હરણનો શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે જોધપુર કોર્ટમાં કેસ ચાલતો હતો.

સલમાન ખાન અને તેની બહેન અલવીરા મંગળવારે સાંજે અહીં આવી પહોંચ્યા હતા. આજે બુધવારે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદલાતમાં હાજર થશે. આ મામલ સાથે જોડાયેલા પક્ષોની કેટિઝમ 9 જાન્યુઆરીના રોજ પૂરી કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ દલપત સિંહ રાજપુરોહિતે અભિનેતાને અદાલતમાં ઉપસ્થિત રહેવાનો નિર્દેશ આપતા પોતાના નિર્ણય 18 જાન્યુઆરી સુધી અનામત રાખ્યો હતો.

સલમાન ખાન પર આરોપ છે કે, ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ની શૂટિંગ દરમિયાન 1998 માં તેમણે ચિંકારા અને કાળા હરણનો શિકાર કર્યો હતો. સાથે જ સલમાન પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો કે, તેમણે એવા હથિયાર રાખ્યા જેની લાયસન્સની સમય મર્યાદા પૂરી થઇ ચૂંકી હતી.