Loksabha Election 2024/ PM મોદીએ મતદાન આપતા પહેલા કોના ચરણ સ્પર્શ કર્યા, કોણ છે વ્યક્તિ

મતદાન કરતા પહેલા PM મોદી જ્યારે જનમેદનીમાં ઉભેલ એક વૃદ્ધ વ્યક્તિ પાસે પગપાળા ગયા અને તેમના ચરણ સ્પર્શ કર્યા.

Trending Ahmedabad Gujarat
Beginners guide to 2024 05 07T093702.005 PM મોદીએ મતદાન આપતા પહેલા કોના ચરણ સ્પર્શ કર્યા, કોણ છે વ્યક્તિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. મતદાન કરતા પહેલા PM મોદી જ્યારે જનમેદનીમાં ઉભેલ એક વૃદ્ધ વ્યક્તિ પાસે પગપાળા ગયા અને તેમના ચરણ સ્પર્શ કર્યા. મતદાન મથક પર ઉભેલા આ વ્યક્તિને દેશના વડાપ્રધાન મતદાન કરતા પહેલા ચરણ સ્પર્શ કરતા તમામને કૌતુક થયું હતું. લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સંપૂર્ણ દૃશ્ય કેમેરામાં કેદ થયું હતું. અને ટીવી પર પણ લોકો દેશના વડાપ્રધાનની આ નમ્રતા જોઈ દંગ થઈ ગયા થયા હતા. આ વૃદ્ધ વ્યક્તિના આર્શીવાદ લીધા બાદ PM મોદીએ કેન્દ્રની બહાર ઉભેલા કેટલાક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. જણાવી દઈએ કે PM મોદીએ આજે સવારે 7-30 વાગ્યે મતદાન કર્યું હતું. તેમણે દેશવાસીઓને પણ વહેલી સવારે મતદાન કરવાની અપીલ કરી હતી. જેની શરૂઆત તેમણે પોતે જ કરી અને સવારે 7 વાગ્યા મતદાન સમય શરૂ થયાના તરત સમયમાં તેમણે મતદાન કર્યું હતું. PM મોદીએ રાણીપમાં તેમના વિસ્તારમાં કડક સુરક્ષા હેઠળ ગૃહમંત્રી અમિત શાહ સાથે પગપાળા જ મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું.

કોણ છે એ વ્યક્તિ જેમના PM મોદી કર્યા ચરણસ્પર્શ
સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રવેશ દ્વાર પર પીએમની રાહ જોઈ રહ્યો હતો. આજુબાજુ સુરક્ષાદળોનો ઘેરો હતો પરંતુ કોઈએ તેમને રોક્યા ન હતા. જ્યારે પીએમ મોદી પગપાળા લોકોને શુભેચ્છા પાઠવતા તેમની પાસે પહોંચ્યા તો તેમણે તેમના પગ સ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું. આગળ PM મોદીએ અને તે બંને મતદાન મથકની અંદર ગયા. વાસ્તવમાં, તે બીજું કોઈ નહીં પણ પીએમના મોટા ભાઈ સોમાભાઈ મોદી હતા. PM મોદીએ તેમના ચરણસ્પર્શ કર્યા બાદમાં તેમણે તેમના મોટાભાઈ સોમાભાઈએ સાથે મળીને મતદાન કર્યું હતું. વોટિંગ કરતા પહેલા તેઓ PM મોદીની પાછળ ઉભા જોવા મળી શકે છે.

સોમાભાઈનો પરિચય

પીએમને છ ભાઈ-બહેન છે. સોમાભાઈ મોદી સૌથી મોટા છે. તેઓ એક નિવૃત્ત આરોગ્ય અધિકારી છે, જેઓ અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. લગભગ બે વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે પીએમ પોતાના મોટા ભાઈના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા સોમા ભાઈ ભાવુક થઈ ગયા હતા. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘મેં તેમને (પીએમ) કહ્યું હતું કે તમે દેશ માટે સખત મહેનત કરો, થોડો આરામ પણ કરો. આટલું કહીને તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. સોમાભાઈએ કહ્યું કે તેઓ (પીએમ મોદી) સખત મહેનત કરી રહ્યા છે.

મહત્વનું છે કે PM મોદીએ વહેલી સવારે મતદાન કર્યા બાદ લોકોને વોટ કરવા અપીલ કરી. આ સાથે તેમણે આકરી ગરમીના કારણે લોકોને વધુ પાણી પીવાની સલાહ આપી. તેમજ શક્ય તેટલું વહેલુ મતદાન કરવા પણ સૂચન કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ