from income tax/ અમદાવાદના એમ.એસ.ખુરાના ગ્રુપ પર આઈટીના દરોડામાં 400 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

કંપનીમાં કાગળ પરની મહિલાના ખાતામાંથી થયા કરોડોના ટ્રાન્ઝેક્શન

Gujarat Ahmedabad Vadodara
Beginners guide to 2024 05 23T193939.902 અમદાવાદના એમ.એસ.ખુરાના ગ્રુપ પર આઈટીના દરોડામાં 400 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

Ahmedabad news : ઈન્કમટેક્સ વિભાગની ટીમે 17 મેના રોજ રાજ્યના કોન્ટ્રાક્ટર ગ્રુપ તથા ફાયનાન્સરોને ત્યા દરોડા હાથ ધર્યા હતા. જેમાં અમદાવાદના સિંધુભવન રોડ઼ સ્થિત  માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપના 30 ઠેકાણા પર ઓફિસો અને રહેઠાણ પર દરોડા પડાયા હતા. વડોદરામાં ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગની તપાસ શરૂ કરાઈ હતી.. આ દરોડામાં આવકવેરા વિભાગને 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.

તે સિવાય આઈટી વિભાગે 5 કરોડની રોકડ તથા દાગીના કબજે કર્યા છે. ઉપરાંત 20 થી વધુ લોકરો સીલ કરાયા છે.

તપાસમાં એસ.એસ.કે ખુરાના  ગ્રુપ ઓફ કંપની તથા માધવ હેલ્થકેર એન્ડ રિયાલિટી પ્રા.લી.વી અમદાવાદ અને વડોદરામાં 15 છઠેકામે દરોડા પડાયા હતા. જેમાં ગ્રુપના સંચાલકો ઈન્કમટ્ક્સ બચાવવા માટે ઓછી રકમ વસુલતા હોવાનુ કાગળ પર દર્શાવતા હતા. જ્યારે બાકીની રકમ રોકડ લેતા હતા. આ રકમ અન્ય ખાતામાં જમા કરાવીને શેર કેપિટલ , લોન અથવા બોગસ કંપનીમાંથી આવ્યા હોવાનું  દર્શાવીને આ રકમ પર્સનલ ઉપયોગ અથવા તો જમીનમાં રોકાણ કરતા હતા. કંપનીમાં કાગળ પર રહેલા એક મહિલા ડિરેક્ટરના ખાતામાંથી મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પણ બહાર આવ્યું છે.

ઈન્ક્મટેક્સ વિભાગના અંદાજે 150 જેટલા અધિકારીઓએ અમદાવાદ અને વડ઼ોદરામાં આ બન્ને ગ્રુપની ઓફિસો અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કામગીરી પાંચ દિવસ સુધી ચાલી હતી.

ખુરાના ગ્રુપ ઓફ કંપનીમાં ડાયરેક્ટરો વિક્રમ સુધીર ખુરાના, વિશાલ ખુરાના, આશિષ ખુરાના વગેરે બિઝનેસમેન સંકળાયેલા છે. એમએસ ખુરાના એન્ડિનિયરિંગ લીમીટેડની અન્ય 8 કંપનીઓ આવેલી છે. જેમાં અલગ અલગ બિઝનેસ ચાલી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત

 આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે

 આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર