Not Set/ હરિયાણા : પ્રધાનમંત્રી દ્વારા સન્માનિત CBSEની ટોપર વિદ્યાર્થિનીની સાથે કરાયો ગેંગરેપ

રેવાડી, દેશમાં અવારનવાર સામે આવી રહેલી બાળકીઓ થઇ રહેલા દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરાયા બાદ કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કથિત ગેંગરેપની ઘટના અંગે ગુરુવારે જણાવવામાં આવ્યું હતું, જો કે આ મામલે હજી પોલીસ દ્વારા કોઈ આરોપીની […]

Top Stories India Trending
Gangrape હરિયાણા : પ્રધાનમંત્રી દ્વારા સન્માનિત CBSEની ટોપર વિદ્યાર્થિનીની સાથે કરાયો ગેંગરેપ

રેવાડી,

દેશમાં અવારનવાર સામે આવી રહેલી બાળકીઓ થઇ રહેલા દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે. હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરાયા બાદ કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા કથિત ગેંગરેપની ઘટના અંગે ગુરુવારે જણાવવામાં આવ્યું હતું, જો કે આ મામલે હજી પોલીસ દ્વારા કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ બાદ કર્યો ગેંગરેપ

મળતી માહિતી મુજબ, જયારે CBSEની આ વિદ્યાર્થિની કોચિંગ પરથી પાછી ફરી રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની પર ગેંગરેપ કરાયો હોવાનું સામે આવ્યું છે. જે વિદ્યાર્થિનીની સાથે રેપ થયો છે તે હંમેશા CBSE (સેટ્રલ બોર્ડ ઓફ સેકન્ડડરી બોર્ડ)માં ટોપ પર આવતી હતી.

પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, “બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.  થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.

ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.

પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો FIR ન દાખલ કરવાનો આરોપ

જો કે આરોપો એ પણ સામે આવી રહ્યા છે કે, પીડિતની ફરિયાદ દાખલ કરાવતી વખતે પોલીસ દ્વારા પીડિતના પરિવારજનોને પરેશાન કર્યા હતા અને તેઓને એક જગ્યાએથી બીજી જગ્યાએથી બીજી જગ્યાએ દોડાવ્યા હતા. જો કે હાલમાં ઝીરો FIR દાખલ કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હરિયાણાની ટોપર સાથે કરાયેલા ગેંગરેપની ઘટના બાદ પીડિતાની માં સામે આવી છે અને એક વીડિયો દ્વારા પોતાની વાત રાખી છે,

મોદી જી કહે છે બેટી બચાઓ, બેટી પઢાઓ, પરંતુ કેવી રીતે ? : પીડિતની માં

પીડિતાની માંએ જણાવ્યું, “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓ, બેટી પઢાઓ, પરંતુ કેવી રીતે ?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.