vadodra/ વડોદરા શહેરનું જગદીશ ફરસાણ ફરી વિવાદમાં

વડોદરા શહેરના જગદીશ ફરસાણ ફરી વિવાદમાં આવ્યું છે. જી હા… જગદીશ ફરસાણમાં  હલવા માંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે.

Top Stories Gujarat Breaking News

vadodra News:વડોદરા શહેરના જગદીશ ફરસાણ ફરી વિવાદમાં આવ્યું છે. જી હા… જગદીશ ફરસાણમાં  હલવા માંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ જગદીશ ફરસાણ માંથી સિક્યુરિટી કર્મચારીએ હલવો અને કુકીઝ લીધા હતા, જેમાં હલવામાં માખી મળી આવી હતી. તેમજ કુકીઝ પણ વાસી હોવાનું આવ્યુ  સામે આવ્યું છે. આ જોઇને જાણે ગ્રાહકોના સ્વાસ્થ સાથે ખુલ્લેઆમ ચેડા થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે .

આ પહેલા પણ આવીજ એક ઘટના બની છે જ્યાં અમદાવાદમાં ઝોમેટો માથી મંગાવેલ મિઠાઈમાં ફૂગ નીકળવાની ઘટના સામે આવી હતી. માહિતી અનુસાર મણિનગરમાં રહેતા પરિવારે ઝોમેટોમા પ્રસાદ માટે મીઠાઈ મંગાવી હતી. જેમાં ફૂગ નીકળતા પરિવાર ચોકી ગયો હતો. આપને જણાવી દઈએ આ પરિવારે મણિનગરના ગ્વાલિયામાથી મીઠાઈ મંગાવી હતી  તેમજ  મીઠાઈ સાથે અન્ય નમકીન પણ મંગાવી હતી,આવો ખરાબ અનુભવ થતા પરિવારે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેની જન થતા આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વીટને સીલ કર્યું છે.

થોડા સમય પહેલાજ આવી વધુ એક ઘટના બની હતી જ્યાં કાંકરિયામાં આવેલ સેન્ટરમાંથી જીવાત નીકળતા ચકચાર મચી હતી.પીઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. આ પહેલા ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી જીવાત નીકળી હતી.24 કલાકમાં આ અખાદ્ય ખોરાકનો બીજો બનાવ બન્યો છે ત્યારે કાંકરિયામાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે,અને ત્યાના ભોજનનો સ્વાદ માણે છે. આપને જણાવી દઈએ આ ખરાબ અનુભવ ભાજપના પૂર્વ કોર્પોરેટરને થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ

આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય