જુનાગઢ
જૂનાગઢમાં આવેલી ખલીલપુર પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલના આગ લાગી હોવાનીં સામે આવ્યું છે. ઘોરણ 12ની પરીક્ષા દરમિયાન અચાનક સ્કુલમાં આગ લાગી હતી.તમને જણાવી દઈએ કે આગ લાગી એ સમયે આ સ્કુલમાં લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જોકે આગ લગતા જ બધા જ વિદ્યાર્થીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી અને એસીમાં શોર્ટ સર્કિટના કારણે સ્કૂલમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આ આગમાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.જો કે વિદ્યાર્થીઓની એક્ઝામને લઇને સવાલો ઉભા થયા છે.
