મહામારી કોરોના વાયરસથી દુનિયાના દરેક દેશો પીડિત બની ગયા છે. સરકારી, ખાનગી હોસ્પિટલોમાં તબીબો કોરોના પીડિત દર્દીઓને સાજા કરવા આકાશ પાતાળ એક કરી રહ્યા છે. સરકારે પણ તમામ સરકારી તબીબોને કામે લગાડ્યા છે. તો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ પણ કોરોના લડતમાં પોતાના યોગદાન આપેલ છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પોતાની ધર્મશાળામાં કોવીડ હોસ્પિટલો બનાવવા સરકારને સોંપી આપી છે.
પરંતુ કેટલાક પરિવારો ખાનગી દવાખાને સારવાર લઈ રહ્યા છે. તેમની સારવાર બાદ મૃત્યુ થતા ખાનગી હોસ્પિટલો મસમોટા બીલો આપતા હોવાનું બહાર આવી રહ્યું છે. સરકારે અને ધાર્મિક સંસ્થાઓએ કોરોના લડતમાટે ફંડ એકત્રિત કરી સરકારી હોસ્પિટલોને કાર્યરત કરી છે. તેવા સમયે ખાનગી ડોકટરોએ પોતાની માનવતા નેવે મૂકી હોવાના લોકોમાં આક્ષેપ થઇ રહ્યા છે.
હાઇકોર્ટ અને સરકાર / Amc આદેશની પણ આ હોસ્પિટલો અવગણના કરી રહી છે. આનંદનગર રોડ પર આવેલી તપન હોસ્પિટલની ઉઘાડી લુંટ નો કિસ્સો બહાર આવ્યો છે. પરિવારજનોએ આરોપ ૨ લાખ કહી ૫ લાખનું બીલ આપ્યાનો આરોપ લગાવ્યો છે. અત્રે નોધનીય છે કે ૯ દિવસની સારવાર બાદ દર્દીનું મોત થયું હતું. અને બીલ ની ચુકવણી સિવાય હોસ્પિટલ દ્વારા મૃતદેહ પણ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.
હોસ્પિટલ સત્તા વાળા દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, પહેલા પૈસા બાદમાં મૃતદેહ. લાચાર પરિવારજનોની હોસ્પિટલ સત્તાધીશો સામે સ્વજનના મૃતદેહ માટે આજીજી કરી રહ્યા છે.
નોધનીય છે કે, એએમસી જાહેર કરાયેલ ૪૨ હોસ્પિટલમાં તપન હોસ્પિટલનો સમાવેશ થાય છે. સરકાર જાહેર કરાયેલા ચાર્જ કરતા બે ગણો ચાર્જ હોસ્પિટલ સત્તા વાળા વસુલી રહ્યા હોવાના આક્ષેપ પણ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
