મુંબઇ વિશે કહેવામાં આવે છે કે, દેશની આર્થિક રાજધાની સમું મુંબઇ કદી ઉંધતુ નથી અને આ જ કારણે કદાચ મહારાષ્ટ્રની આગાડી સરકાર દ્વારા મુબંઇગરાઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી હા, મહારાષ્ટ્રના મલ્ટીપ્લેક્સ, શોપ અને ઇટરીઝ હવેથી 24 કલાક ખુલ્લા રહેશે. જો કે, આ નિર્ણય કોઈ પર લાદવામાં આવશે નહીં. મતલબ કે, તે મલ્ટીપ્લેક્સ, શોપ અને ઇટરીઝનાં માલિકો પર છે કે, તેણે મલ્ટીપ્લેક્સ, શોપ અને ઇટરીઝ 24 કલાક ખુલ્લા રાખવા કે કેમ.
Maharashtra Minister Aaditya Thackeray: Proposal of Mumbai 24×7 has been approved by Cabinet today. From 27th January malls, multiplexes,shops&eateries in non-residential areas like Bandra Kurla Complex&Nariman Point will remain open 24×7. However, we won't impose this on anyone. pic.twitter.com/Hw6QRJbzWb
— ANI (@ANI) January 22, 2020
મહારાષ્ટ્ર આગાડી સરકારનાં મંત્રી આદિત્ય ઠાકર દ્વારા જાહેરાત કરવામાં આવ્યું છે કે, મુંબઈ – 24×7 નાં પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 27 મી જાન્યુઆરીથી બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને નરીમન પોઇન્ટ જેવા બિન-રહેણાંક વિસ્તારોમાં મલ્ટીપ્લેક્સ, શોપ અને ઇટરીઝ 24×7 ખુલ્લા રહેશે. જો કે, અમે આ કોઈ પર લાદશે નહીં. તો સાથે સાથે તે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બિન-રહેણાંક વિસ્તારોમાં મલ્ટીપ્લેક્સ, શોપ અને ઇટરીઝ 24×7 ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે. મતલબ કે મુબંઇનાં તમામ વિસ્તારો અને ખાસ કરીને રહેણાંક વિસ્તારો વર્ક અવર્સ રાબેતા મુજબનાં જ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
