Gujarat News/ ટીબી હારશે, દેશ જીતશે, ગુજરાતમાં ટીબી મૃત્યુદરમાં 37% ઘટાડો, રાજ્યપાલે સમીક્ષા કરી

ટીબી મુક્ત (TB Free) દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગ્રામ પંચાયતને ટીબી મુક્ત(TB Free) પંચાયત જાહેર કરવામાં આવી છે.

Gandhinagar News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના “ટીબી મુક્ત ભારત અભિયાન” (TB Free India Campaign) અંતર્ગત ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અમલમાં મૂકેલી નવીન અને સુવ્યવસ્થિત પહેલોના પરિણામે રાજ્યમાં ક્ષયરોગ (TB) સામે નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2023માં નવા ટીબી દર્દીઓના નોંધણી દરમાં 34 ટકા અને ટીબીથી થતા મૃત્યુદરમાં 37 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ગુજરાતના આરોગ્ય મોડલની અસરકારકતા દર્શાવે છે.“ટીબી મુક્ત ભારત અભિયાન” (TB Free India Campaign) અંતર્ગત ગુજરાત સરકારે આરોગ્ય

 

લોકભવન ખાતે રાજ્યપાલે કરી વિસ્તૃત સમીક્ષા

લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યમાં ચાલી રહેલા ટીબી નિયંત્રણ(TB control) કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, રાજભવનના અગ્ર સચિવ અશોક શર્મા, આરોગ્ય નિયામક ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજ્યપાલે સ્પષ્ટ કહ્યું કે ટીબી સામેની લડતને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃતિ અને સક્રિય ભાગીદારી વિના આ અભિયાન સંપૂર્ણ સફળ થઈ શકે નહીં.

સમયસર સારવાર અને પોષણ પર રાજ્યપાલનો ભાર

માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દરેક ટીબી(TB Free) દર્દી સુધી સમયસર યોગ્ય સારવાર અને પૂરતું પોષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો જરૂરી છે. આ રીતે ગુજરાત ટૂંક સમયમાં ટીબી મુક્ત (TB Free) રાજ્ય બનીને સમગ્ર દેશ માટે એક પ્રેરણારૂપ મોડલ રજૂ કરી શકે છે.

વર્ષવાર આંકડા દર્શાવે છે સ્પષ્ટ સુધારો

વર્ષ નોંધાયેલા ટીબી દર્દી સંપૂર્ણ સ્વસ્થ દર્દી ટીબીથી મૃત્યુ
2022 1,49,856 1,24,992 6,606
2023 1,42,294 1,32,809 5,874
2024 1,37,896 1,24,938 5,638
2025 (જાન્યુઆરી–ઑક્ટોબર) 1,12,981 — 3,516

આ આંકડા દર્શાવે છે કે 2024ની સરખામણીએ 2025માં ટીબી મૃત્યુદરમાં સ્પષ્ટ ઘટાડો થયો છે.

“ટીબી મુક્ત ભારત અભિયાન” (TB Free India Campaign) અંતર્ગત ગુજરાત સરકારે આરોગ્ય

હાઈ-રિસ્ક દર્દીઓ માટે ખાસ પ્રોટોકોલ

ટીબી (TB)થી થતા મૃત્યુ વધુ ઘટાડવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેડિકલ કોલેજોના ટીબી(TB) નિષ્ણાતો અને રાજ્ય ટીબી (TB) ટીમના સહયોગથી વ્યાપક સારવાર અને ફોલોઅપ પ્રોટોકોલ તૈયાર કર્યો છે.

આ પ્રોટોકોલ હેઠળ:

દર્દીઓને લો-રિસ્ક અને હાઈ-રિસ્ક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે

હાઈ-રિસ્ક દર્દીઓ માટે જિલ્લા અને મેડિકલ કોલેજ સ્તરે વધારાની તપાસ

દવા શરૂ થયા પછી 15મા દિવસે અને ત્યારબાદ દર બે મહિને ફરજિયાત મૂલ્યાંકન

છ મહિના બાદ TrueNat સ્પ્યુટમ તપાસ અને એક્સ-રે

દર મહિને ચોથા સોમવારે રાજ્યસ્તરીય ટીબી ડેથ ઑડિટ બેઠક

રાજ્યમાં આધુનિક નિદાન સુવિધાઓ

ગુજરાતમાં ટીબી નિદાન માટે:

2,351 નિઃશુલ્ક માઇક્રોસ્કોપી સેન્ટરો

અમદાવાદ, જામનગર અને સુરત ખાતે 3 ટીબી કલ્ચર લેબ

74 CBNAAT મશીનો

326 TrueNat મશીનો (વધારાની 60 ખરીદી પ્રક્રિયામાં)

37 અલ્ટ્રા પોર્ટેબલ હેન્ડહેલ્ડ એક્સ-રે મશીનો

વધારાના 105 એક્સ-રે મશીનો મંજૂરી હેઠળ

નિક્ષય પોષણ યોજના અને DBT સહાય

રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. નિક્ષય પોષણ યોજના હેઠળ દરેક દર્દીને દર મહિને ₹1,000 DBT દ્વારા આપવામાં આવે છે.

2023: ₹36.20 કરોડ

2024: ₹49.70 કરોડ

2025 (જાન્યુઆરી–ઑક્ટોબર): ₹46.30 કરોડ

નિક્ષય મિત્ર અને ટીબી મુક્ત(TB Free) પંચાયત

NGO, CSR અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી રાજ્યમાં નિક્ષય મિત્ર મોડલ સફળતાપૂર્વક અમલમાં છે. રાજ્યમાં 29,734 નિક્ષય મિત્ર નોંધાયેલા છે. 2023માં 1,610 અને 2024માં 3,128 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત(TB Free) પંચાયત જાહેર કરવામાં આવી છે.

ટેલી-કોલિંગથી સતત દેખરેખ

2025માં ટેલી-કોલિંગ સિસ્ટમ દ્વારા 1,19,259 કોલ કરી દર્દીઓની સ્થિતિ જાણી અને 9,523 જરૂરિયાતમંદ દર્દીઓને જિલ્લા સ્તરે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલા દિવસ પર પશ્ચિમ રેલ્વેની અનોખી પહેલ, ટ્રેક મશીનનું સંચાલન સંપૂર્ણ રીતે મહિલાઓ કરશે

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર Google એ બનાવ્યું અદ્ભુત Doodle, ખાસ રીતે પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ