OMG!/ હોસ્પિટલમાં જન્મેલુ અનોખુ બાળક, શરીર માછલી જેવું હતું

હોસ્પિટલમાં જન્મેલુ અનોખુ બાળક, શરીર માછલી જેવું હતું

Ajab Gajab News Trending

આપણે ઘણી વાર ફિલ્મોમાં માછલી જેવી મરમેઇડ જોઇ છે, પરંતુ હૈદરાબાદમાં આ વાસ્તવિકતામાં બન્યું છે. અહીં એક મહિલાએ માછલી જેવા શરીરવાળા અનોખા બાળકને જન્મ આપ્યો છે. ડોકટરોના જણાવ્યા મુજબ, આ પ્રકારના શરીર સાથેના બાળકોને મરમેઇડ બેબીઝ કહેવામાં આવે છે.

આ કેસ હૈદરાબાદની પેટલાબુરાજ મેટરનિટી હોસ્પિટલમાં સામે આવ્યો છે. અહીં ડિલિવરી માટે દાખલ એક મહિલાએ મરમેઇડ બાળકને જન્મ આપ્યો છે. હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા મુજબ મહિલાએ બુધવારે સાંજે સાત વાગ્યે આ માછલી જેવા બાળકને જન્મ આપ્યો હતો. જન્મ સાથે, બાળકના બંને પગ સંપૂર્ણ રીતે એકબીજાને ચોટેલા રહ્યા હતા. એટલું જ નહીં તેના શરીરનો નીચેનો ભાગ માછલી જેવો હતો.

baby born as a fish shape in hyderabad

તેણે કહ્યું કે આ બાળકને સિરેનોમેલિયા એટલે કે મરમેઇડ સિન્ડ્રોમનો રોગ છે. આ બાળકનો જન્મ લીધાના માત્ર બે કલાક પછી તેનું મોત થયું હતું.  આવા બાળકો ભાગ્યે જ જોવા મળે છે. આ સિન્ડ્રોમના ભોગ બનેલા લોકોમાં લિંગ હોતું નથી. બે કિડની પણ નથી. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે જન્મ પહેલા ખામી શોધી શકાઈ નથી, જે કેસને વધુ જટિલ બનાવે છે.