Not Set/ દિલ્હી સીરિયલ બ્લાસ્ટઃ મુખ્ય આરોપી તારિક અહેમદને 10 વર્ષની સજા, બે આરોપી નિર્દોષ

નવી દિલ્હીઃ દિલ્હીમાં 12 વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનો નિર્ણય સંભળાવતા ત્રણ આરોપીઓમાંથી બે ને મુક્ત કર્યા હતા અને એકને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી તારિક અહમદ ડારને દોષી માની 10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ મોહમ્મદ હુસૈન ફાજિલ અને મોહમ્મદ રફીક શાહને બરી કરવામાં […]

Uncategorized

નવી દિલ્હીઃ દિલ્હીમાં 12 વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનો નિર્ણય સંભળાવતા ત્રણ આરોપીઓમાંથી બે ને મુક્ત કર્યા હતા અને એકને દોષી જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી તારિક અહમદ ડારને દોષી માની 10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેમજ મોહમ્મદ હુસૈન ફાજિલ અને મોહમ્મદ રફીક શાહને બરી કરવામાં આવ્યા હતા.

જાણકારી મુજબ ઓક્ટોબર 2005 માં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં કોર્ટે તારિક અહમદ ડારને ગેરકાયદેસર ગતિવિધિઓમાં શામિલ થવા બદલ સેક્શન 28 અને 39 મુજબ 10 વર્ષની સજા ફટકારી છે. તારિક આ સજા પહેલા જ કાપી ચૂક્યો હોવાથી એટલે સજા પૂરી ભોગવી ચૂક્યો હોવાથી તેને આજે જ છોડી મૂકવામાં આવશે.

કોર્ટને બે આરોપીઓને પૂરતા પુરાવાના અભાવમાં છોડી મુકવા પડ્યા હતા. દિલ્હી પોલીસ મો. હુસૈન ફાજિલી અને મો. રફિક શાહ પર લગાવવામાં આવેલ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટનો આ નિર્ણય  દિલ્હી પોલીસ માટે મોટો ઝટકા સમાન માનવામાં આવી રહ્યો છે.  દિવાળીના એક દિવસ પહેલા થયેલા આ બ્લાસ્ટમાં 60 લોકોની મોત થઇ હતી. જ્યારે 200 લોકો ઘાય થયા હતા.