Not Set/ હવામાન વિભાગ દ્વારા દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં જાહેર કરાયો રેડ એલર્ટ

દિલ્હી, હાલ દેશભરમાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે ત્યારે પુરુ ઉત્તર ભારતના રાજ્યો પણ લુંની ચપેટમાં આવી ગયા છે. ત્યારે રાજધાની દિલ્હી અને એનસીઆરને રવિવાર સુધી લુંના લપેટાથી રાહત મળવાના અણસાર નહીવત જણાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૭ મે સુધી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉતર પ્રદેશમાં ગરમીમાં વધારો થવાની આશંકા છે. […]

Uncategorized

દિલ્હી,

હાલ દેશભરમાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે ત્યારે પુરુ ઉત્તર ભારતના રાજ્યો પણ લુંની ચપેટમાં આવી ગયા છે. ત્યારે રાજધાની દિલ્હી અને એનસીઆરને રવિવાર સુધી લુંના લપેટાથી રાહત મળવાના અણસાર નહીવત જણાઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૭ મે સુધી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉતર પ્રદેશમાં ગરમીમાં વધારો થવાની આશંકા છે. બીજી બાજુ આ જોતા હવામાન વિભાગ દ્વારા દેશના આ ક્ષેત્રોમાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆર માટે સૌથી વધારે તીવ્રતા વાળો રેડ એલર્ટ જાહેર કર્યો છે. જયારે
બાકીના ઉતર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ માં વધુ ગરમી વાળો ઘાટ્ટા પીળા રંગનો એલર્ટ જાહેર કર્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પશ્ચિમી રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીના મોટા ભાગના વિસ્તારો અને પશ્ચિમી
મધ્ય પ્રદેશ, વિદર્ભ, પંજાબ, અને પૂર્વ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ગુરુવારે લું ની લપેટો સાથે ગરમી વધવાનું અનુમાન છે.

આ ઉપરાંત ઉત્તર કેરલ, તમિલનાડુના તટીય વિસ્તાર, પદ્દુચેરી, લક્ષદ્વીપ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી,ઉતર પ્રદેશ અને પૂર્વ
ઉતર પ્રદેશમાં અમુક સ્થાનો પર ૨૪ કલાકમાં તેજ હવાઓ સાથે આંધીની આશંકા દર્શાવાઈ રહી છે.

મૌસમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા લાલ રંગના એલર્ટ જાહેર થવા પર સરકારી એજન્સીઓએ જરૂરી કાર્યવાહી કરવાની
તત્પર રહેવું પડશે.