Not Set/ જેલથી બહાર આવ્યા બાદ એઝાઝ ખાનનાં સુર બદલાયા, પીએમ મોદી અને શાહનાં કર્યા વખાણ

એઝાઝ ખાનનાં એક વિવાદિત વિડિયોને લઇને પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે હવે તેને જામીન મળી ગયા છે. બિગ બોસ શો માં ભાગ લઇ ચુકેલા એઝાઝ ખાન ઘણીવાર પોતાની વાતને બેબાકીથી રજૂ કરતો જોવા મળ્યો છે. હાલમાં જ તેણે એક વિવાદિત વિડિયો ટિકટોક પર બનાવ્યો હતો જેમા તેણે એક ચોક્કસ સમૂદાય વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો […]

Uncategorized

એઝાઝ ખાનનાં એક વિવાદિત વિડિયોને લઇને પોલીસે ધરપકડ કરી હતી. જે મામલે હવે તેને જામીન મળી ગયા છે. બિગ બોસ શો માં ભાગ લઇ ચુકેલા એઝાઝ ખાન ઘણીવાર પોતાની વાતને બેબાકીથી રજૂ કરતો જોવા મળ્યો છે. હાલમાં જ તેણે એક વિવાદિત વિડિયો ટિકટોક પર બનાવ્યો હતો જેમા તેણે એક ચોક્કસ સમૂદાય વિશે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો સાથે તેણે મુંબઇ પોલીસનો પણ મઝાક ઉડાવ્યો હતો. આ કારણોસર તે જેલમાં બંધ હતો, તે મામલે તેને જામીન મળ્યા બાદ તેના સુરમાં અચાનક બદલાવ જોવા મળ્યા છે. તેણે પોતાના એક વિડિયોમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમીત શાહનાં વખાણ કર્યા છે.

એઝાઝ ખાને જેલમાંથી બહાર નિક્ળ્યા બાદ તેના પહેલા ફેસબુક લાઇવ વિડિયોમાં તેના ફેન્સની સાથે વાત કરતા પીએમ નરેન્દ્ર મોદી અને અમીત શાહનાં વખાણ કર્યા છે. એઝાઝ ખાને ફેસબુક લાઇવમાં કહ્યુ કે, મુસલમાનને આતંકવાદી બતાવીને 20-20 વર્ષો સુધી જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. તે દરેક મુસલમાન કોંગ્રેસનાં શાસનમાં જેલમાં નાખવામાં આવ્યા હતા. જે સમયે ભાજપની સરકાર નહોતી, ત્યારે નરેન્દ્ર મોદી અને અમીત શાહ પણ નહોતા. આપને જણાવી દઇએ કે, એઝાઝની સામે કલમ 153 અને 67 મુજબ કેસ દાખલ કરાયો છે. 22 જુલાઈનાં રોજ તેને જામીન મળી ગયા હતા. જો કે તેના માટે તેને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાનો રહેશે.

એઝાઝે પીએમ મોદી અને અમીત શાહનાં કર્યા વખાણ

એઝાઝે કહ્યુ કે, પીએમ મોદી, અમીત શાહ અને ભાજપનાં શાસનમાં આ મુસલમાનોને છોડવામા આવ્યા છે. સાથે તેણે કહ્યુ કે, આ બધુ તમે નોટીસ નહી કર્યુ હોય. આટલા વર્ષોનો ન્યાય આપણે ભાજપ પાસેથી નહી પણ કોંગ્રેસ પાસેથી માંગવો જોઇએ. આપણે દરેકે ભાજપનાં વખાણ કરવા જોઇએ. તેણે વધુમાં કહ્યુ કે, જે સારા છે તેમને સારા બોલો અને જે ખરાબ છે તેને ખરાબ બોલો. તે જ આપણુ કામ છે.

એઝાઝ ખાને કહ્યુ કે, કાશ્મીરમાં ત્રણથી ચાર લોકોને છોડવામાં આવ્યા, જયપુરની વાત કરીએ તો અહી પાંચ લોકોને છોડવામાં આવ્યા, જ્યારે અમદાવાદથી અને રાજસ્થાનથી પણ ઘણા લોકોને છોડવામાં આવ્યા છે. આટલા વર્ષોમાં તેમની પૂરો પરિવાર મોતને ભેટી ચુક્યો છે. ભાજપની સરકારે આમને છોડ્યા છે. એઝાઝ દ્વારા જેલમાંથી બહાર નિકળ્યા બાદ પીએમ મોદી અને અમીત શાહનાં વખાણ કરવામાં આવ્યા જેને લઇને તે હાલમાં ચર્ચામાં બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.