Not Set/ સલમાન ખાનની ફિલ્મ લવરાત્રીનું ટીઝર થયું લોન્ચ: જુઓ અહી

મુંબઈ, નવરાત્રીની ઉજવણીના રંગો સાથે સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ લવરાત્રીનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાનની બહેનના પતિ આયુષ શર્મા અને એડ-ગર્લ વારીના હુસ્સૈન ડેબ્યું કરી રહ્યા છે. આ એક મિનિટ લાંબા ટીઝરમાં આયુષ અને વારીનાની કેમેસ્ટ્રી ખુબ જ શાનદાર જોવા મળી રહી છે. આ ફિલ્મથી ખુબ અપેક્ષા […]

Trending Entertainment Videos

મુંબઈ,

નવરાત્રીની ઉજવણીના રંગો સાથે સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ લવરાત્રીનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાનની બહેનના પતિ આયુષ શર્મા અને એડ-ગર્લ વારીના હુસ્સૈન ડેબ્યું કરી રહ્યા છે. આ એક મિનિટ લાંબા ટીઝરમાં આયુષ અને વારીનાની કેમેસ્ટ્રી ખુબ જ શાનદાર જોવા મળી રહી છે.

આ ફિલ્મથી ખુબ અપેક્ષા રાખવામાં આવી રહી છે. સલમાન ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લવરાત્રીના ટીઝરને શેર કર્યું હતું. ફિલ્મના ટીઝરની શરૂઆત સલમાનના અવાજથી થઇ છે. સલમાન કહી રહ્યો છે લવરાત્રી…આ વાર્તા છે પ્રેમ અને મહોબ્બતની. પ્રેમ કરવાનો નથી હોતો બસ થઇ જાય છે. ટીઝરમાં નવરાત્રી, ગરબા ઉપરાંત લંડનની પણ ઝલક જોવા મળી રહી છે. યુટ્યુબમાં ફિલ્મનું ટીઝર અત્યાર સુધીમાં 2.7 મિલિયન વાર જોવામાં આવ્યું છે. અને 9 નંબર પર ટ્રેન્ડીંગ થઇ રહ્યું છે.

સલમાન ખાને ગુજરાતીમાં ટ્વીટ કરીને આ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું.

જોકે, ટીઝર થોડું નબળું લાગી રહ્યું છે. અને અલગ છાપ છોડવામાં નિષ્ફળ રહ્યું છે. આખા ટીઝરમાં આયુષ અને વારીના ગુજરાતી લોક ગીત હે રંગલો ના નવા વર્ઝન પર ગરબા કરતા જોવા મળી રહ્યા છે. લવરાત્રી બોલીવૂડની રોમાન્ટિક ફિલ્મો જેવી જ લાગી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મીનાવાલા દ્વારા કરવામાં આવ્યું છે, જયારે આ ફિલ્મ નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવી છે.