Not Set/ દેશ અનેે દુનિયામાં કોરોનાએ મચાવ્યું તાંડવ, સંક્રમણનો આંક પહોંચ્યો 18.5 કરોડને પાર

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો આતંક યથાવત છે. કોરોના વાયરસનાં કેસ સમગ્ર વિશ્વમાં વધીને 18.55 કરોડ થઇ ગયા છે.

Top Stories Trending

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો આતંક યથાવત છે. કોરોના વાયરસનાં કેસ સમગ્ર વિશ્વમાં વધીને 18.55 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 3.35 અબજ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વહીવટી રસીઓની કુલ સંખ્યા 18,55,00,538, 40,09,084 અને 3,35,13,37,474 થઇ ગઇ છે.

સમતોલ મંત્રીમંડળ / મોદી મંડળનું માઇક્રો એનાલિસિસઃ SC-OBC પર વધુ ભાર, જાણો કોનો કેવો છે અનુભવ 

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

સીએસએસઇ અનુસાર, દુનિયામાં સૌથી વધુ કેસો અને મોતની સંખ્યા 3,37,90,136 અને 6,06,468 ની સાથે અમેેરિકા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ બન્યો છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત દુનિયામાં બીજી સ્થાન પર છે. જ્યા કોરોનાનાં 3,07,09,557 કેસો નોંધાયા છે. સીએસએસઇનાં આંકડા મુજબ, 30 લાખથી વધુ કેસોથી પ્રભાવિત અન્ય દેશોમાં બ્રાઝિલ (1,89,62,762), ફ્રાંસ (58,61,128), રશિયા (56,38,901), તુર્કી (54,65,094), યુકે (50,40,053), આર્જેન્ટિના (46,13,019), કોલમ્બિયા (44,50,086), ઇટાલી (42,67,105), સ્પેન (39,15,313), જર્મની (37,41,470) અને ઈરાન (33,27,526) છે. વળી કોરોનાથી થયેલા મોતનાં આંકડાા પર નજર કરીએ તો બ્રાઝિલ 5,30,179 કેસો સાથે વિશ્વમાં બીજા નંબરે છે. ભારતમાં (4,05,028), મેક્સિકો (2,34,458), પેરુ (1,93,743), રશિયા (1,38,441), યુકે (1,28,601), ઇટાલી (1,27,731), ફ્રાંસ (1,11,473) અને કોલમ્બિયા (1,11,155) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

OMG! / આ બકરાનાં શરીર પર ઓમ અને મોહમ્મદનું છે પ્રતિક, માલિક રાતો-રાત બન્યો લખપતિ

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંક

ભારતમાં કોરોના વાયરસ મહામારી હજી પૂર્ણ રીતે ગઇ નથી. દૈનિક કેસોની પુષ્ટિ થઈ રહી છે અને આ રોગથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દરમ્યાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના મહામારીનાં 43,393 નવા કેસોની પુષ્ટિ થઈ હતી અને 911 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,07,52,950 થઈ ગઇ છે અને મૃત્યુઆંક 4,05,939 પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં મળી આવેલા કુલ કેસોની તુલનામાં એક્ટિવ કેસની સંખ્યા 1.50 ટકા છે. દેશમાં કોરોનાનો રિકવરી દર 97.18 ટકા છે. દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 4,58,727 છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 44,459 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,98,88,284 પર પહોંચી ગઈ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા સેમ્પલ ટેસ્ટિંગનાં આંકડા મુજબ, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 17,90,708 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ, ગઈકાલ સુધીમાં કુલ 42,70,16,605 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.