Entertainment News : રિયાલિટી શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20)હાલમાં દર્શકોમાં ભારે મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આ અઠવાડિયે શોની અંદરના ડ્રામા અને ટાસ્ક વચ્ચે કેટલાક સ્પર્ધકોએ ફેન્સના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ્સ અને પોપ્યુલારિટી લિસ્ટમાં આ અઠવાડિયે Top 5 કન્ટેસ્ટન્ટ્સે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.
Bigg Boss 20 : અરિશ્ફા ખાન ત્રીજા સ્થાને રહી મજબૂત
પોપ્યુલારિટી લિસ્ટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અરિશ્ફા ખાન (Arishfa Khan)ત્રીજા ક્રમાંકે પહોંચી ગઈ છે. આ સપ્તાહ દરમિયાન ઘરની અંદર અરિશ્ફા ગેમમાં ખૂબ જ એક્ટિવ જોવા મળી હતી. તાજેતરના એપિસોડમાં અરિશ્ફા અને સ્કાઉટ વચ્ચે તીખી તકરાર થઈ હતી, જેનો મુદ્દો સલમાન ખાને (Salman Khan) ‘વીકેન્ડ કા વાર’માં ઉઠાવીને અરિશ્ફાના વલણની પ્રશંસા કરી હતી. ફેન્સ તરફથી મળી રહેલા જબરદસ્ત સપોર્ટના કારણે તે ત્રીજા નંબરે છે.
કનિકા માન અને ગુલુએ પણ બનાવ્યુ સ્થાન
ટીવી એક્ટ્રેસ કનિકા માન આ યાદીમાં ચોથા સ્થાને રહી છે. ઘરની અંદર તેની અદાઓ અને ગેમપ્લાનને ફેન્સ પસંદ કરી રહ્યા છે. વીકેન્ડ કા વારમાં સલમાન ખાને પણ કનિકાની મજાકીયા અંદાજમાં નકલ કરી હતી. જ્યારે કનિકાનો નજીકનો દોસ્ત ગુલુ આ યાદીમાં પાંચમા નંબરે છે. ગુલુએ તાજેતરમાં જ કેપ્ટન્સી ટાસ્ક જીતીને ઘરનો નવો કેપ્ટન બનવાનો તાજ પોતાના નામે કર્યો છે, જેને કારણે તેની લોકપ્રિયતામાં પણ ઘણો વધારો થયો છે.
આ પણ વાંચો :14 વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય પણ બની હતી બોડી-શેમિંગનો શિકાર: આરાધ્યાના જન્મ બાદ ટ્રોલર્સને આપ્યો હતો કડક જવાબ
આ પણ વાંચો :શાહરૂખ ખાનની ‘કિંગ’માં થઈ આ અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી
આ પણ વાંચો :‘વાઇબ’ અને ‘દાયરા’ની બીજા દિવસે કમાણીમાં વધારો, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
