Entertainment News/ શાહરૂખ ખાનની ‘કિંગ’માં થઈ આ અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી

સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફિલ્મ ‘કિંગ’માં ‘હનુમાન અંશ’ ફેમ એક્ટર ચંદન કે. આનંદની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ રિલીઝ થશે.

Entertainment
Shah Rukh Khan New entry in 'King'

Entertainment News : બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’ (King) સતત ચર્ચામાં છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની કાસ્ટિંગને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. હાલમાં થિયેટર્સમાં નીમ કરોલી બાબાની બાયોપિક ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)થી દર્શકોના દિલ જીતી રહેલા એક્ટર ચંદન કે. આનંદ હવે શાહરૂખ ખાન સાથે ‘કિંગ’ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.

Shah Rukh Khan : ચંદન આનંદે કરી સત્તાવાર પુષ્ટિ

‘હનુમાન અંશ’માં ડોક્ટર રામ નંદન ભોસલેનું દમદાર પાત્ર ભજવનાર ચંદન કે. આનંદે (Chandan K. Anand)પોતે એક ઈન્ટરવ્યુમાં આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ ફિલ્મની સફળતા બાદ તેમને ઘણા મોટા પ્રોજેક્ટ્સની ઓફર મળી છે, જેમાં કિંગનો પણ સમાવેશ થાય છે. આ પહેલા તેઓ રિતિક રોશન અને અનિલ કપૂર સાથે સુપરહિટ ફિલ્મ ‘ફાઈટર’ (Fighter)માં પણ સ્ક્રીન શેર કરી ચૂક્યા છે.

દુરદર્શનની સિરિયલોથી શરૂ કરી હતી કરિયર

ચંદન આનંદે પોતાના કરિયરની શરૂઆત દુરદર્શનના લોકપ્રિય ટીવી શો જેવા કે ‘જબ જબ બહાર આયે’ અને ‘ધર્મક્ષેત્ર’થી કરી હતી. લગભગ એક દાયકા સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ હવે તેમની કિસ્મત બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સ સાથે ચમકી રહી છે.

‘કિંગ’ની મલ્ટીસ્ટારર કાસ્ટ અને રિલીઝ ડેટ

સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી ‘કિંગ’માં શાહરૂખ ખાન અને ચંદન આનંદ ઉપરાંત દીપિકા પાદુકોણ, સુહાના ખાન, રાઘવ જુયાલ, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત અને સૌરભ શુક્લા જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 24 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.


આ પણ વાંચો : ‘વાઇબ’ અને ‘દાયરા’ની બીજા દિવસે કમાણીમાં વધારો, જાણો બોક્સ ઓફિસ કલેક્શન

આ પણ વાંચો  :કેટરીના કૈફની બોડી શેમિંગ પર બચાવમાં આવ્યા ઋત્વિક રોશન

આ પણ વાંચો :મહાત્મા ગાંધીના જીવનની અનકહી કહાનીમાં વહીદા રહમાનની સરપ્રાઈઝ એન્ટ્રી