sushant rajput/ સુશાંત કેસમાં NCB એ અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈની કરી ધરપકડ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ રવિવારે અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સના ભાઈની ધરપકડ કરી છે.

Entertainment

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ રવિવારે અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સના ભાઈની ધરપકડ કરી છે. એનસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસને પગલે ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા એગિસિલાસ ડીમેટ્રિએડ્સની ધરપકડ કરવામાં આવી છે.

એનસીબી અધિકારીએ આરોપ લગાવ્યો કે દક્ષિણ આફ્રિકાના નાગરિક એગિસિલ્સ સુશાંતના કેસમાં ધરપકડ કરાયેલા ડ્રગના વેપારીઓ સાથે સંપર્કમાં હતો, જેના પગલે તેની ધરપકડ થઈ હતી. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એનસીબી કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

અગાઉ, એનસીબીએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડ, અંગત કર્મચારી દિપેશ સાવંત અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરી હતી. રિયાએ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન લેતા પહેલા જેલમાં 28 દિવસ પણ વિતાવ્યા હતા.

એનસીબીએ આ મામલે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સહિત બોલિવૂડની અનેક અભિનેત્રીઓની પણ પૂછપરછ કરી છે. એનસીબીએ ધર્મ પ્રોડક્શનના પૂર્વ એક્ઝિક્યુટિવ ક્ષિતિજ રવિ પ્રસાદની પણ ધરપકડ કરી હતી.

સુશાંત 14 જૂનના રોજ તેના બાંદ્રાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી થી ડ્રગ્સ સંબંધિત અનેક કથિત ચેટની તપાસ બાદ એનસીબીએ કેસ નોંધ્યો હતો અને તપાસ ચાલુ છે.