Not Set/ કલંકઃ ઘર મોરે પરદેસિયા ગીતની જુઓ એક ઝલક 

મુંબઇ, કંલક ફિલ્મની આખી ટીમ ઉત્સુકતાથી આ ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઈ રહી છે કરણ જોહરની આ ફિલ્મ  17 એપ્રિલે રીલીઝ થઈ રહી છે. તે દરમિયાન  ફિલ્મની સ્ટાર કાસ્ટના પોસ્ટર્સ અને ટીઝર  તથા લોકો લોન્ચ કરવામાં આવ્યા છે જે લોકોને પસંદ આવ્યા છે. પોસ્ટર્સમાં ફિલ્મના સેટ ઘણા ભવ્ય લાગી રહ્યા છે. આજે  ફિલ્મના મેકર્સે ફિલ્મના […]

Entertainment

મુંબઇ,

કંલક ફિલ્મની આખી ટીમ ઉત્સુકતાથી આ ફિલ્મ રીલીઝ થવાની રાહ જોઈ રહી છે કરણ જોહરની આ ફિલ્મ  17 એપ્રિલે રીલીઝ થઈ રહી છે. તે દરમિયાન  ફિલ્મની સ્ટાર કાસ્ટના પોસ્ટર્સ અને ટીઝર  તથા લોકો લોન્ચ કરવામાં આવ્યા છે જે લોકોને પસંદ આવ્યા છે.

પોસ્ટર્સમાં ફિલ્મના સેટ ઘણા ભવ્ય લાગી રહ્યા છે. આજે  ફિલ્મના મેકર્સે ફિલ્મના ગીતની  એક ઝલક રજૂ કરી છે. તેમાં આલિયા ભટ્ટ જોવા મળી છે.

આલિયાએ આ ગીતની ઝલક રજૂ કરતા  કેપ્શન લખ્યું હતું કે  આ એ ગીતની ઝલક છે જેના કારણે મારી  રાત દિવસ અને મહિનાઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. મને લાગે છે કે  તમે કહી શકો છો કે હું કઈ પણ બાબતને લઇને આટલી નર્વસ ક્યારેય નહોતી. આ ગીતમાં કોઈ ઉજવણીનો માહોલ નજરે પડી રહ્યો છે. આ ગીતમાં આલિયાએ કથક ડાન્સ કર્યો છે. જેની એક નાની ઝલક આ ક્લિપમાં જોવા મળે છે.

https://www.instagram.com/p/BvGTU9ZHgfi/?utm_source=ig_embed