Team India Schedule/ બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની હોમ સિરીઝની કરી જાહેરાત, જુઓ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની સીરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે

Top Stories Sports
4 4 બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા-આફ્રિકા સામેની હોમ સિરીઝની કરી જાહેરાત, જુઓ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ઘરઆંગણાની સીરિઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. જયારે 3 T20 સિવાય, દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ODI મેચો યોજાવાની છે.

BCCIની પ્રેસ રિલીઝ અનુસાર, ભારત ઓસ્ટ્રેલિયા સામે મોહાલી (20 સપ્ટેમ્બર), નાગપુર (23 સપ્ટેમ્બર) અને હૈદરાબાદ (25 સપ્ટેમ્બર)માં રમશે. ત્યારબાદ પ્રથમ T20 મેચ તિરુવનંતપુરમ (28 સપ્ટેમ્બર)માં દક્ષિણ આફ્રિકા સામે રમાશે. ગાંધી જયંતિના અવસર પર, બીજી (2 ઓક્ટોબર) ગુવાહાટીમાં અને ત્રીજી અને છેલ્લી T20 મેચ ઈન્દોરમાં (4 ઓક્ટોબર) યોજાશે. ત્યારબાદ ભારત દક્ષિણ આફ્રિકા સામે લખનૌ (6 ઓક્ટોબર), રાંચી (9 ઓક્ટોબર) અને દિલ્હી (11 ઓક્ટોબર)માં 3 વનડે રમશે.

T20 વર્લ્ડ કપનો ભાગ બનશે તેવા ભારતીય ખેલાડીઓની ODI શ્રેણીમાં સામેલ થવાની સંભાવના નથી કારણ કે તેઓ વર્લ્ડ કપની તૈયારી માટે ઓસ્ટ્રેલિયા જશે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ભારતની સેકન્ડ ક્લાસ ટીમ મેદાનમાં ઉતરી શકે છે. ટી-20 વર્લ્ડ કપનો સુપર-12 સ્ટેજ 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, જેમાં ભારત પોતાની મેચ મેલબોર્નમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.

ભારત vs ઓસ્ટ્રેલિયા

1લી T20 – 20 સપ્ટેમ્બર (મોહાલી)

બીજી T20 – 23 સપ્ટેમ્બર (નાગપુર)

ત્રીજી T20 – 25 સપ્ટેમ્બર (હૈદરાબાદ)