- ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અટકાયત મામલો
- આસામ પોલીસે ગઇકાલે રાતે કરી હતી અટકાયત
- હાર્દિક પટેલે આપી સરકારની ચેતવણી
- જીગ્નેશ મેવાણીની અટકાયત બાદ આપી ચેતવણી
- હાર્દિક પટેલે સરકારને ટ્વીટ કરી આપી ચેતવણી
- જિગ્નેશ મેવાણીને કઇ થશે તો જવાબદારી સરકારની
- હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી
વડગામના અપક્ષ ધરાભ્ય જીજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે મોડી રાતે 11.30 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. અને પાલનપુર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને રોડ માર્ગે અમદાવાદ અને લાવવામાં આવ્યા હતા. અને પછી હવાઈ માર્ગે આસામ લઇ જવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર તેમને મળવા પહોંચ્યા હતા.
જોકે જિગ્નેશ મેવાનીની ધરપકડ બાદ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. તો અનેક જગ્યાએ આ ધરપકડના વિરોધમાં પ્રદર્શન કર્યો પણ યોજાયા હતા. તો ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા પણ જિગ્નેશ મેવાણીની ધરપકડ અંગે સરકારને ચેતવણી આપી છે.
હાર્દિક પટેલે ટ્વિટ દ્વારા સરકાર ને ચેતવણી આપી છે. અને લખ્યું છે કે, આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અટકાયત કરવામાં આવ્યા છે. જો જીગ્નેશ મેવાણીને કઈ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.
અત્રે નોધનીય છે કે ગઈ રાત્રે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પાલનપુરથી અટકાયત કરવામાં આવી હતી. અને તેમણે વિમાન માર્ગે આમદવાદથી આસામ લઈ જવામાં આવ્યા છે. તો રાત્રે તેમણે મળવા માટે ગુજરાત કોંગ્રેસનાં અનેક નેતાઓ એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા.
https://twitter.com/HardikPatel_/status/1517008560051212289?s=20&t=A_UqfDhHsF8cOWpYOmNK0A
National/ PMએ રાષ્ટ્રીય લાઉડસ્પીકર નીતિ બનાવીને ગુજરાતમાં લાગુ કરવી જોઈએ : શિવસેનાના સાંસદ સંજય રાઉત
