Bharuch News/ આમોદના ઇખરમાં કપાસના ખેતરમાંથી વૃદ્ધનો બળેલો મૃતદેહ મળતાં ચકચાર

ઇખર(Ikhar) ગામે ખેતરમાંથી બળેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

Breaking News Gujarat Others
Ikhar

Bharuch News:આમોદના ઇખર(Ikhar) ગામે સળગેલી હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કપાસના ખેતરમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ 92 વર્ષીય મહંમદ યુસુફ બાંડિયા પટેલ તરીકે થઈ છે.

 Ikharગામની  સીમ વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ

ઇખર-મેસરાજ માર્ગ પર મૃતદેહ મળી આવ્યો હતો. કપાસના ખેતર (cotton field)માંથી બળેલી હાલતમાં મૃતદેહ (burnt body) મળતાં વિસ્તારમાં ચર્ચા જાગી છે.વૃદ્ધનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ મામલો હાલ રહસ્ય બનેલો છે.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

ઘટનાસ્થળે પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ પહોંચી હતી. ટીમે સ્થળ પર તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ CHC ખસેડવામાં આવ્યો છે.

ઇખર ગામે રહસ્યમય મોત અંગે પોલીસ તપાસ

આ અકસ્મિક મોત (accidental death) છે કે તેની પાછળ અન્ય કોઈ કારણ છે, તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ (postmortem report) આવ્યા બાદ વૃદ્ધના મોતનું કારણ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:22 વર્ષની આયશાનો તળાવ કિનારેથી મૃતદેહ મળ્યો, પરિવારનો મિત્રો પર ગંભીર આરોપ

આ પણ વાંચો:વાવ-થરાદના સુઈગામમાં અઢી વર્ષના પુત્રને સળગાવવાનો પિતા પર આરોપ, દફનાવેલો મૃતદેહ  બહાર કઢાયો

આ પણ વાંચો:બાવળા નજીક કેનાલમાંથી 8 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો