Surat News: સુરતમાં અકસ્માતોનો સિલસિલો અટકતો જ નથી. સુરતમાં બે રીક્ષા સામસામે અથડાઈ હતી. બે રીક્ષા અથડાતા મહિલાનું મોત થયું હતું અને સાતને ઇજા થઈ હતી. બંને શટલરીક્ષા હોવાનું માનવામાં આવે છે. અકસ્માત થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરવા લાગ્યા હતા. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે આવી ગયો હતો. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા જ ઇજાગ્રસ્ત મહિલાનું નિધન થયું હતું.
સુરતના સચીનમાં નવસારી રોડ પર બનેલા આ અકસ્માતમાં વળાંક આગળ બંને રીક્ષાઓ પૂરઝડપે સામે આવી રહી હોવાથી અથડાઈ હતી. વળાંક હોવાથી બંને રીક્ષાચાલક એકબીજાને જોઈ શક્યા ન હતા. બંનેની ઝડપ પણ વધારે હતી અને તેથી આ અકસ્માત થયો હતો.
અકસ્માત થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા વળતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે મૃત્યુ પામેલી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવીને તેમાં કોનો વાંક હતો તેની તપાસ આદરી છે. તેની સાથે બંને રીક્ષાચાલકે ડ્રિન્ક કર્યું ન હતું તે પણ પોલીસ ચકાસી રહી છે.
આ પહેલા સુરતના કીમ વિસ્તારમાં પિક અપ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે થયેલા અકસ્માતમાં બે બાઇક સવારને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ છે. જો કે તેને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી. ટેમ્પો ટર્ન મારી રહ્યો હતો ત્યારે ફુલ સ્પીડમાં આવતો બાઇક સવાર તેને અડી જતાં પડ્યો હતો. તેના કારણે બાઇક પર સવાર બે લોકો પટકાયા હતા. તેમને સાધારણ ઇજા થઈ હતી.
આ પણ વાંચો: સુરતમાં બમરોલી રોડ પર પરિવારને નડ્યો અકસ્માત, લોકોએ કાર ચાલકને માર્યો ઢોર માર
આ પણ વાંચો: વડોદરા નજીક ગમખ્વાર અકસ્માત : પાવાગઢથી પરત ફરતા સુરતીઓની કાર હાઈવેથી નીચે ઉતરી, 3ના મોત,5 ઘાયલ
આ પણ વાંચો: સુરતમાં આજે અકસ્માતોની બે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ, 5 યુવકના કમકમાટીભર્યા મોત
