Ahmedabad News/ સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર નમો ભારત રેપિડ રેલના સ્ટોપેજનો પ્રારંભ

પશ્ચિમ રેલ્વેએ આજથી 9 જૂન 2025 થી સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું સ્ટોપેજ પૂરું પાડવામાં આવ્યું છે. આના પગલે હવે બોપલ-ઘુમા, શેલા, મણિપુર, નિધરાડ, સાણંદના રહેવાસીઓએ છેક અમદાવાદના રેલ્વે સ્ટેશન સુધીનો ધક્કો નહીં ખાવો પડે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: પશ્ચિમ રેલ્વેએ આજથી 9 જૂન 2025 થી સાણંદ અને આંબલી રોડ સ્ટેશન પર ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલનું સ્ટોપેજ પૂરું પાડવામાં આવ્યું છે. આના પગલે હવે બોપલ-ઘુમા, શેલા, મણિપુર, નિધરાડ, સાણંદના રહેવાસીઓએ છેક અમદાવાદના રેલ્વે સ્ટેશન સુધીનો ધક્કો નહીં ખાવો પડે. આના કારણે કાલુપુર રેલ્વે સ્ટેશન, સાબરમતી રેલ્વે સ્ટેશન પર પણ બોજો નહીં પડે. આ પગલાંના લીધે અંદાજે આ વિસ્તારના પાંચેક લાખ લોકોને ફાયદો થશે તેમ માનવામાં આવે છે.

માનનીય સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલે 9 જૂન 2025 ના રોજ સાણંદ સ્ટેશનથી ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી આપીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સ્ટોપેજ સાથે, આંબલી રોડ અને સાણંદના સ્થાનિક નાગરિકો, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓને આ પ્રતિષ્ઠિત ટ્રેનનો લાભ મળશે.

ટ્રેન નંબર 94801/94802 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલને પ્રાયોગિક ધોરણે આંબલી રોડ અને સાણંદ સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ પૂરું પાડવામાં આવ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:

9 જૂન, 2025થી ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ આંબલી રોડ સ્ટેશન પર 17-47 વાગ્યે આવશે અને 17-49 વાગ્યે ઉપડશે અને 17-59 વાગ્યે સાણંદ સ્ટેશન પહોંચશે અને 18-01 વાગ્યે ગંતવ્ય સ્થાન માટે રવાના થશે.

આવી જ રીતે, ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ સાણંદ સ્ટેશન પર 09-48 વાગ્યે આવશે અને 09-50 વાગ્યે ઉપડશે અને 09-59 વાગ્યે આંબલી રોડ સ્ટેશન પહોંચશે અને 10-01 વાગ્યે ગંતવ્ય સ્થાન માટે રવાના થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત-પાક.નાં તણાવ વચ્ચે ગુજરાતમાં નમો ભારત રેપિડ રેલ રદ કરાઈ

આ પણ વાંચો: લક્ઝરી સફર, સુપર સ્પીડ, ભાડું માત્ર ₹ 150… નમો ભારત સાથે દિલ્હીથી મેરઠની મુસાફરી મજેદાર બની જાય છે!

આ પણ વાંચો: અમદાવાદથી ભુજ વચ્ચે નમો રેપિડ રેલનો પીએમ મોદીએ કર્યો શુભારંભ