congress party/ ભાજપ વિધાયક પ્રદીપ પટેલના પોલીસને દંડવત પ્રણામના વીડિયો પર બબાલ, કોંગ્રેસ પક્ષે પ્રેસ કોન્ફરન્સ કરી આપી પ્રતિક્રિયા

ભાજપ વિધાયકનો આરોપ છે કે ભોપાલમાં ડ્રગ્સ અને ગુનાનું પ્રમાણ વધ્યું છે. આ મામલે પોલીસની કામગીરી વધુ સુસ્ત દેખાય છે.

Top Stories India

Congress Party: ભાજપ વિધાયકનો આરોપ છે કે ભોપાલમાં ડ્રગ્સ અને ગુનાનું પ્રમાણ વધ્યું છે. આ મામલે પોલીસની કામગીરી વધુ સુસ્ત દેખાય છે. પોલીસ વધુ સતર્ક બને એ બાબતે ભાજપ વિધાયક પ્રદિપ પટેલ પોલીસને અરજી કરી રહ્યા છે. વિધાયકે પોલીસને અપીલ કરતાં એડિશનલ એસપીને દંડવત પ્રણામ કર્યા અને ગુના પર નિયંત્રણ લાવવા ખાસ પગલા લેવા તાકીદ કરી હતી. ભાજપ વિધાયકના એસપીને કરાતા દંડવત પ્રણામનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો પર હવે બબાલ થઈ રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.

કોંગ્રેસ પક્ષ તરફથી જીતુ પટવારીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. જીતુ પટવારી મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ છે.

જીતુ પટવારીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિધાયક વીડિયોમાં કહે છે કે ભલે મારી હત્યા થાય પરંતુ ગુના પર નિયંત્રણ કરવું જોઈએ. જીતુ પટવારીએ કહ્યું કે આ વીડિયો દર્શાવવાનું કારણ એ છે કે અમે તમને બતાવવા માંગીએ છીએ કે સમગ્ર દેશમાં મધ્યપ્રદેશમાં ડ્રગ્સની સ્થિતિ કેટલી હદે વધી છે. કેવી રીતે ડ્રગ્સ માફિયા વધી રહ્યા છે. કૈલાસ વિજય વર્ગીય ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેઓ પણ સ્વીકાર કર્યું છે કે મધ્યપ્રદેશમાં ગલી-ગલીએ નશાનું વેચાણ થઈ રહ્યું છે. તેમજ ભાજપના અન્ય એક નેતા પણ કહી રહ્યા છે કે મધ્યપ્રદેશમાં નશાનો કારોબાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે. જીતુ પટવારીનું કહેવું છે કે

દેશમાં જયારે મોદીજીની સરકાર બની હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2 કરોડને રોજગાર મળશે. સરકારી આંકડા મુજબ લગભગ દર વર્ષે 2 થી સવા બે કરોડ જેટલા બાળકો જન્મ લે છે. સરકારના બે વર્ષના પહેલા રિપોર્ટ જેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો જેને સમાજ કલ્યાણ અને સશક્તિકરણના મંત્રાલય દ્વારા રજૂ કરાયો હતો જે મુજબ દેશમાં 40 કરોડ લોકો નશા કરે છે. એક વર્ષમાં નશો કરનારાની સંખ્યા વધી હતી તે મુજબ દેશમાં 2 કરોડ 10 લાખ લોકો નશા કરતા વધતા હોય છે. એટલે કે રીપોર્ટનું માનીએ એક વર્ષમાં 2 કરોડ લોકો નશો કરનારા વધતા હોય છે.

દેશના પ્રધાનમંત્રીએ 2 કરોડ રોજગાર ના આપ્યો પરંતુ 2 કરોડ જેટલા લોકો નશા કરવા લાગ્યા છે. દિલ્હી હોય, ગુજરાત હોય કે પછી મધ્યપ્રદેશ હોય તમામ સ્થાનો પર તમામ પ્રકારના નશા કરનારાની સંખ્યા વધી છે. ખાસ કરીને 20 વર્ષથી ઓછી વયના લોકો નશો કરવા લાગ્યા છે. પહેલા ફક્ત ઉડતા પંજાબ કહેવાતુ હતુ એટલે કે ફક્ત પંજાબમાં ડ્રગ્સનું દૂષણ કહેવાતું હતું પરંતુ હવે મોદીરાજમાં દેશના અનેક રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા લાગ્યું છે. વહીવટીતંત્રમાં કોઈપણ બાબત લેન-દેન વગર થતી નથી. એક વર્ષમાં મધ્યપ્રદેશમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે.

જીતુ પટવારીએ વધુમાં કહ્યું કે ફક્ત સામાન્ય જનતા જ નહી પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓના બાળકો પણ ડ્રગ્સના દૂષણથી દૂર રહ્યા નથી. મોદીના રાજમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. 1900 કરોડના ડ્રગ્સના કારોબારમાં યુવા મોરચના નેતા ઉપમુખ્યમંત્રીના ખાસ માણસ આ કૌભાંડમાં સંડોવાયેલ છે. આ મામલે ભાજપ કેમ ચૂપ છે. છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે અને મોદીજી 3જી વખત પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે કેમ દેશમાં ગલી-ગલીએ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. દેશનું યુવાન ધન નશામાં સપડાઈ રહ્યું છે. કોંગ્રેસપક્ષ ડ્રગ્સ મામલે કડક પગલા લેવા પ્રધાનમંત્રી મોદી અને સરકારને અનુરોધ કરે છે. ત્યારે આગામી સમયમાં ઉડતા પંજાબને લઈને ઉડતા ભારત ના બને માટે રાજનીતિ કરવાના બદલે નશા વિરુદ્ધ સરકારે ચોક્કસ પગલાં લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

આ પણ વાંચો:હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર

આ પણ વાંચો:હરિયાણાની હાર પર કોંગ્રેસે કહ્યું- આ ‘તંત્રની જીત,લોક તંત્રની હાર’