Gujarat election 2022/ ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું,અપક્ષ લડવાની તૈયારીમાં

વાઘોડિયા બેઠક પરથી ભાજપે અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. પરંતુ દબંગ કહેવાતા નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેઓ નારાજ થઇ ગયા હતા.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા  ઉમેદવારોના નામ જાહેર કર્યા  હતા જેમાંથી અમુક બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી જે આજ સાંજ સુધી યાદી  જાહેર થઇ જશે,  આ દરમિયાન 84 જેટલા નેતાઓ પર ભાજપે  કાતર ચલાવવામાં આવી છે. ઉપરાંત  76ને રિપટ કરવામાં આવ્યા છે.  જે નામને સાઇટ કરવામાં આવ્યા છે તેમાં એક વાઘોડિયા બેઠકના મધુ શ્રીવાસ્તવ પણ છે.આજે તેમણે ભાજપના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.ભાજપ પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધુ છે.

 

નોંધનીય છે કે   વાઘોડિયા બેઠક પરથી ભાજપે અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. પરંતુ દબંગ કહેવાતા નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ જતા તેઓ નારાજ થઇ ગયા હતા. તેમણે  ચુંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પાર્ટી પોતાનો  નિર્ણય નહીં બદલે તો અપક્ષ કે અન્ય પક્ષ માંથી  હું ચૂંટણી લડિશ. ઇલેક્શન લડવાનું તો પાક્કુ જ છે, ભાજપથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા આજે તેમણે ધારાસભ્ય તરીકે રાજીમામું આપી દીધું છે. તે હવે અપક્ષમાંથી લડશે તેવી પુરી શક્યતા છે