નવસારીમાં આજે ફરી વઘુ બે નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નવસારીનાં કબીલપોર ખાતે એક જ પરીવારમાંથી આ બે કેસ સામે આવ્યા છે. કબીલપોરમાં રહેતા પિતા-પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દીપ મંગલ સોસાયટીમાં કોરોનાના બે કેસ સામે આવતા તંત્ર દ્વારા દર્દીઓનાં સંપર્કમાં આવનારને કોરન્ટાઇન કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, નવસારી જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 61 કેસ સામે આવ્યા હોવાનું નોંધવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
