વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડી માંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું. નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાતી હતી.
દરમિયાન પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. ત્યારે સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તેની ઉપર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની હકીકત ખુલી હતી. પીડિતા અને તેના મિત્રએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે બંન્ને નરાધમો 20 થી 30 વર્ષના છે. પીડિતાના વર્ણનના આધારે પોલીસે બંને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા અને મીડિયામાં જાહેર કર્યા છે. મહત્વની વાત છે કે પોલીસે નવલખી મેદાનમાં પહોંચી અલગ અલગ જગ્યાએ પહોંચી તપાસ કરી રહી છે.
વડોદરાના નવલખી મેદાનમાં રાત્રિના સમયે સગીરા સાથે બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. દુષ્કર્મની ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે નરાધમોને શોધવાની તજવીજ હાથ ધરી છે.
નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાતી હતી તે દરમિયાન પીસીઆર વાન ચાલકો એ સ્થાનિક લોકોની સાથે સગીરા ની શોધખોળ કરી. સગીરા ઝાડીઓ ની વચ્ચે થી મળી આવી. પોલીસ સગીરા ને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તેની ઉપર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની હકીકત ખુલી હતી.
પીડિતા અને તેના મિત્ર એ પોલીસને આપેલી માહિતી પ્રમાણે બન્ને નરાધમો 20 થી 30 વર્ષના છે. પીડિતાના વર્ણનના આધારે પોલીસે બંને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા અને મીડિયામાં જાહેર કર્યા છે. મહત્વની વાત છે કે પોલીસે નવલખી મેદાનમાં પહોંચી અલગ અલગ જગ્યા એ પહોંચી તપાસ કરી. નરાધમો ને પકડવા માટે પોલીસની 10 જેટલી ટીમો કામે લાગી છે. જેમાં પોલીસ નરાધમો સુધી પહોંચી ચૂકી છે અને થોડાક સમયમાં સમગ્ર ગુનો ઉકેલાઈ જશે તેવો દાવો પોલીસ કરી રહી છે. પોલીસે પીડિતાના કપડા અને બ્લડ સેમ્પલ કબજે કર્યા છે. તો ડોગ સ્કોવડ અને એફએસએલની પણ મદદ લીધી છે.
મહત્વની વાત છે કે નવલખી મેદાન મહિલાઓ માટે અસુરક્ષિત જગ્યા બનતી જઈ રહી છે. કારણ કે અવારનવાર નવલખી મેદાનમાં મહિલાઓની છેડતી અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના બની રહે છે. તો કેટલીક વખત રાત્રિના સમયે લૂંટફાટ પણ થાય છે. તેમ છતાં પોલીસ નિષ્ક્રિય છે. ત્યારે સંસ્કારી અને સુરક્ષિત કહેવાથી વડોદરાનગરીને અસામાજિક તત્વો એ અસલામતનગરી બનાવી દીધી હોય તેઓ ઘાટ હાલ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
