Patan News/ પાટણના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ

પાટણના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તાંત્રિક ઇનાયત ખાને મહિલાને વિધિના નામે અલગ-અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતું. તાંત્રિકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

Gujarat Others Breaking News

Patan News: પાટણના સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તાંત્રિક ઇનાયત ખાને મહિલાને વિધિના નામે અલગ-અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતું. તાંત્રિકે યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ.

સિધ્ધપુર તાલુકાના વાધણા ગામમાં રહેતા ઇનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. તેના પછી મહિલાને તેણે ધમકી આપી હોવાના લીધે તે થોડો સમય ચૂપ રહી હતી, પરંતુ પછી તેણે હિંમત એકઠી કરીને તેની સામેના દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે પોલીસે હવે તાંત્રિક સામે કેસ નોંધીને તેની સામે તપાસ શરૂ કરી છે.

સિદ્ધપુરના એક ગામમાં રહેતી યુવતીએ તાંત્રિક ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાથી તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિકે મંત્ર ધાગાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા ખાતે લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. કાકોશી પોલીસે યુવતીની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સિદ્ધપુર તાલુકામાં રહેતી એક યુવતી અને તેના પરિવારની પરિસ્થિતિ નબળી હોવાથી વાધણા ગામના રહેવાસી ઇનાયતખાન હુસનખાન સિપાઈ (પઠાણ) સાથે સંપર્કમાં આવ્યા હતા. તાંત્રિક અવારનવાર યુવતીના ઘરે આવતો જ હતો અને તંત્ર ધાગાના બહાને યુવતીને ભોળવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના શરૂ કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

આ પણ વાંચો: ગુજરાતમાં લેબમાં બનતા નશીલા પદાર્થનો પ્રદાફર્શ

આ પણ વાંચો: આખા દેશને દોડતી રાખનારી રાજસ્થાની ગેંગને વલસાડ LCBએ પકડી

આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ