Not Set/ ગીર સોમના/ સિંહણ અને સિંહબાળનો પાણી પીતો વિડિયો થયો વાયરલ

સિંહણ અને સિંહબાળ સાથેનો વિડિયો થયો વાયરલ બાઈક સવાર ને આપ્યો રસ્તો બચ્ચાં સાથે સિંહણ નહેરમાંથી થતી હતી પસાર ગીરકાંઠાના ખેડુત આમ તો સાવજની હાજરીમાં પણ વાડી ખેતરમાં કામ કરવા ટેવાયેલા છે, પણ વાડીએ જવાના સાંકડા ગાડા માર્ગમાં વળાંકમાં અચાનક જ બે ફુટના અંતરે સાવજનો ભેટો થઇ જાય તો ભલભલાના હાંજા ગગડી જાય.ગીર બોર્ડર વિસ્તારમાં […]

Gujarat Others
  • સિંહણ અને સિંહબાળ સાથેનો વિડિયો થયો વાયરલ
  • બાઈક સવાર ને આપ્યો રસ્તો
  • બચ્ચાં સાથે સિંહણ નહેરમાંથી થતી હતી પસાર

ગીરકાંઠાના ખેડુત આમ તો સાવજની હાજરીમાં પણ વાડી ખેતરમાં કામ કરવા ટેવાયેલા છે, પણ વાડીએ જવાના સાંકડા ગાડા માર્ગમાં વળાંકમાં અચાનક જ બે ફુટના અંતરે સાવજનો ભેટો થઇ જાય તો ભલભલાના હાંજા ગગડી જાય.ગીર બોર્ડર વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી. જ્યાં પોતાના બે બચ્ચાં સાથે સિંહણ નહેરમાંથી પસાર થતી હતી ત્યારે વળાંકમાં બાઇક પર આવેલા બે શખ્સ સાથે તેનો આમનો સામનો થઇ ગયો હતો. જો કે સિંહણને પોતાના બચ્ચાંની વધારે ફિકર હતી. જેથી માત્ર પાંચ ફુટના અંતરેથી આ સિંહણ કેડો મૂકી પોતાના બચ્ચાંને લઇ વાડીમાં ચાલી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.