મિત્રતાના નાતો/ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વલસાડમાં મિત્રતા નિભાવી

મુખ્યમંત્રીએ શ્રીનાથ મંદિર ખાતે નત મસ્તક કરી,  આશિષ  મેળવ્યા હતા. વાણિયાવાડ ખાતે મુખ્યમંત્રી સામે ચાલીને લોકોને મળ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ હતો.

Gujarat Others
મુખ્યમંત્રીભુપેન્દ્રભાઇ પટેલે સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ પોતાનું બાળપણ જયાં વિતાવ્યું હતું, એવા વાણીયાવાડના પોતાના મિત્રનું અભિવાદન કરી મિત્રતા નિભાવી હતી. મિત્ર કેતનભાઇ શાહના પરિવારને મળી સંસ્મરણો વાગોળી ખબરઅંતર પૃછયા હતા. મુખ્યમંત્રીએ મિત્રતાના નાતો નિભાવ્યો હતો.
મુખ્યમંત્રીએ શ્રીનાથ મંદિર ખાતે નત મસ્તક કરી,  આશિષ  મેળવ્યા હતા. વાણિયાવાડ ખાતે મુખ્યમંત્રી સામે ચાલીને લોકોને મળ્યા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ હતો. તેમણે ઉમંગ સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી પણ લીધી હતી.  મુખ્યમંત્રી જયાં અગાઉ રહેતા હતા, એ જુના ઘરની મુલાકાત લઇ, પુરાની યાદો જીવંત કરી હતી.
મુખ્યમંત્રીના બાળપણના મિત્ર શું કહે છે….
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના બાળપણના સાથી પ્રેયસ યશવંતભાઇ કાપડીયા કહે છે કે, મળીને હું અનહદ આનંદિત છું. કેવી રીતે ભાવ વ્યકત કરી શકુ.  મારી પાસે શબ્દો નથી. એમની સાથે ગીલીદંડા, સંતાકુકડી અને અન્યો રમતો રમતા. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ચાર વર્ષ અમે સાથે ભણ્યા હતા. સપનામાં ન હતું કે, અમારા જેવા સામાન્ય માણસને યાદી કરીને મળશે. અમને મળ્યા એ અમારા માટે ગૌરવ અને આનંદનો અવસર છે.

આ પણ વાંચો:કૌભાંડ/રાજકોટમાં સરકારી દવા વેચવાના કૌભાંડમાં સામે આવ્યું સિવિલનું કનેક્શન

આ પણ વાંચો:અંધશ્રદ્ધાથી મળ્યું મોત/જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, અરવલ્લીમાં કિશોરી સાથે જે થયું તે જાણીને હચમચી જશો

આ પણ વાંચો:સમાજને લાંછન લગાડતો કિસ્સો/બાપે પોતાના જ દીકરાની અંગત પળોનો વીડિયો મુક્યો વેબસાઈટ પર અને…