Vadodara News:વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા સાધી ગામની શ્રી બંધુ સમાજ હાઈસ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.શાળાના જ એક વિદ્યાર્થીએ (Student) અન્ય વિદ્યાર્થીને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે.આ ઘટનામાં પીડિત વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવા છતાં શાળા તરફથી તાત્કાલિક સારવાર ન અપાઈ હોવાનો પણ મોટો આરોપ છે.
શાળા પર વિદ્યાર્થીને સારવાર ન આપવાનો આક્ષેપ

મળતી માહિતી અનુસાર, આ ઘટના શાળા સમય દરમિયાન બની હતી. પીડિત વિદ્યાર્થીને શાળાના (School) જ અન્ય વિદ્યાર્થી દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ પછી વિદ્યાર્થીને (Student) દુખાવો ઉપડયો હતો પરંતુ શાળા તરફથી કોઈ તબીબી મદદ કે પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવામાં ન આવી હતી. આ મામલે રોષે ભરાયેલા વિદ્યાર્થીના વાલી તેને લઈને રજૂઆત કરવા માટે સીધા શાળાએ પહોંચી ગયા હતા.તાજેતરમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી કે હુમલાની ઘટનાઓ સામે આવી છે, જેને પગલે શિક્ષણ તંત્ર અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે.
પંચમહાલમાં વિદ્યાર્થી પર ક્રૂર હુમલો

પંચમહાલ જિલ્લાના હાલોલ એસટી ડેપોમાં ગઈકાલે (19 ડિસેમ્બર) ધોળા દિવસે એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ત્રણ માણસોએ 11મા ધોરણના વિદ્યાર્થી (Student) પર ક્રૂર હુમલો કર્યો હતો. શાળામાં થયેલા ઝઘડાના કારણે થયેલા અદાવતમાં હુમલાખોરોએ વિદ્યાર્થીને એસટી ડેપોમાં ઘેરી લીધો હતો અને જાહેરમાં લાકડાના લાકડીઓથી માર માર્યો હતો. ભીડભાડવાળા ડેપોમાં બનેલી આ ઘટનાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
હુમલાખોરોએ વિદ્યાર્થીના (Student) માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તે સ્થળ પર જ ખૂબ લોહી વહેવા લાગ્યું હતું.ઘટના બાદ, આસપાસના લોકો ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થીના પિતાએ હાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રણેય માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
