Not Set/ સાક્ષી તનવરે દશેરાના દિવસે દીકરી લીધી દત્તક, પાડ્યું આવું સુંદર નામ

મુંબઇ, ટેલિવિઝન જગતની પાર્વતી એટલે કે સાક્ષી તનવર માટે આ વખતની નવરાત્રિ ખાસ બની ગઇ છે.સાક્ષીએ દશેરાના દિવસે દીકરી દત્તક લીધી છે.સિંગલ મધર સાક્ષીએ જણાવ્યું કે હવે મારો પરિવાર ભર્યો ભર્યો થઇ ગયો દીકરીના આવ્યા પછી આખા પરિવારની  લાઈફ બદલાઈ ગઈ છે. સાક્ષીએ દત્તક પુત્રીનું નામ રાખ્યું છે દિત્યા.સાક્ષી કહે છે કે દિત્યા મારી બધી […]

Trending Entertainment

મુંબઇ,

ટેલિવિઝન જગતની પાર્વતી એટલે કે સાક્ષી તનવર માટે આ વખતની નવરાત્રિ ખાસ બની ગઇ છે.સાક્ષીએ દશેરાના દિવસે દીકરી દત્તક લીધી છે.સિંગલ મધર સાક્ષીએ જણાવ્યું કે હવે મારો પરિવાર ભર્યો ભર્યો થઇ ગયો દીકરીના આવ્યા પછી આખા પરિવારની  લાઈફ બદલાઈ ગઈ છે.

સાક્ષીએ દત્તક પુત્રીનું નામ રાખ્યું છે દિત્યા.સાક્ષી કહે છે કે દિત્યા મારી બધી જ પ્રાર્થનાઓનો જવાબ છે. દિત્યા લક્ષ્મીજીનું નામ છે. તેનો અર્થ થાય છે- બધી પ્રાર્થનાઓનો જવાબ આપે તે દેવી.

સાક્ષીએ વધુમાં કહ્યું કે  મારા માતા-પિતાના આશીર્વાદ અને પરિવારની મદદથી મેં દીકરી દત્તક લીધી છે. તે ટૂંક જ સમયમાં નવ મહિનાની થઈ જશે. હું મારા જીવનમાં તેના આગમનની ખુશી બધા સાથે શેર કરવા માંગુ છું.આ મારા જીવનની સૌથી ખુશીની ક્ષણ છે.