દેશનાં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની આજે 131 મી જન્મજયંતિ છે અને લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને નમન કર્યું છે.
ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદમાં 14 નવેમ્બર 1889 માં જન્મેલા જવાહરલાલ નહેરુ આઝાદ ભારતનાં પહેલા વડા પ્રધાન બન્યા અને 1964 સુધી દેશનાં વડા પ્રધાન રહ્યા હતા. પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે વિશેષ લગાવ હતો અને બાળકો તેમને ચાચા નેહરુ કહેતા હતા, તેથી તેમની જન્મજયંતિ પણ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Today, India celebrates the birth anniversary of its first PM Pandit Jawaharlal Nehru ji: a towering visionary who laid the foundation of our country with values of brotherhood, egalitarianism & modern outlook.
Our endeavour must be to conserve these values.
— Rahul Gandhi (@RahulGandhi) November 14, 2020
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ‘આજે ભારત તેના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા, જેમણે આપણા દેશનો પાયો ભાઈચારા, સમાનતાવાદ અને આધુનિક દૃષ્ટિકોણ સાથે મુક્યો હતો. આપણો પ્રયાસ રહેવો જોઇએ કે દેશ પ્રત્યે તેમના આ મૂલ્યો સુરક્ષિત રહે. આ પછી રાહુલ ગાંધી દિલ્હીનાં પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની શાંતિવન સમાધિ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
देश के प्रथम प्रधानमंत्री पं. जवाहर लाल नेहरू को उनकी जयंती पर मेरी विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “દેશનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર મારી નમ્ર શ્રદ્ધાંજલિ.” પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ જવાહરલાલ નહેરુને નમન કર્યું હતું. રાજનાથસિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.’
My tributes to India’s first Prime Minister, Pandit Jawaharlal Nehru on his jayanti.
— Rajnath Singh (@rajnathsingh) November 14, 2020
