Tech & Auto News : અમેરિકા (America)ના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક સાયબર વિસ્ફોટ (Cyber attack)સામે આવ્યો છે. યુએસના સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સહિત આશરે 150 મિલિયન (15 કરોડ) અમેરિકન નાગરિકોનો અત્યંત સંવેદનશીલ ડેટા લીક થઈ જતાં સમગ્ર દેશમાં સન્નાટો અને ગભરાટનો માહોલ સર્જાયો છે. આ ચોંકાવનારો ખુલાસો પ્રખ્યાત સાયબર સિક્યુરિટી પત્રકાર બ્રાયન ક્રેબ્સે કર્યો છે.આ ભયાનક ડેટા લીકની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી છે.
Cyber attack : રશિયન સાયબર ક્રાઇમ ફોરમ પર સેલ માટે મૂકાયો ડેટા
રશિયા (Russia)સાથે જોડાયેલા સાયબર ક્રાઇમ ફોરમ ‘એક્સપ્લોઇટ’ પર ‘નેક્સસ’ નામના હેકરે 15 કરોડ અમેરિકનો અને 11 લાખ કેનેડિયન નાગરિકોનો ચોરી કરેલો ડેટા વેચાણ અર્થે મૂક્યો હતો.આ ડેટા બ્રીચમાં 1 કરોડથી વધુ ઓળખ કાર્ડ, 30 લાખથી વધુ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ, 5,79,000 થી વધુ મેડિકલ કાર્ડ્સ અને લાખો ડ્રાઇવિંગ લાઇસન્સની વિગતો સામેલ છે.પ્રાથમિક અહેવાલો મુજબ, દસ્તાવેજ સ્કેનિંગ સેવાઓ પૂરી પાડતી યુએસ કંપની ‘idscan.net’ અને કાર ડીલરશીપના ડેટાબેઝમાંથી આ માહિતી ચોરાઈ હોવાનું માનવામાં આવે છે.
તપાસ પૂર્ણ થયા બાદ એફબીઆઈ (FBI) આપશે અધિકૃત નિવેદન
આ મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ તરત જ ડાર્ક વેબ સેવાઓ પરથી આ ડેટા લિસ્ટિંગ દૂર કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલાં જ કેટલાંક અજાણ્યા તત્વોએ આ ડેટા ખરીદી લીધો હોવાની આશંકા છે.એફબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ સાયબર હુમલાના સ્ત્રોત અને સંભવિત ખતરાનું આંકલન કરી રહ્યા છે. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો :ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા? ગભરાવાને બદલે તરત કરો આ 4 કામ, પૂરેપૂરા નાણાં મળશે પરત
આ પણ વાંચો :ઈન્સ્ટાગ્રામનો મોટો નિર્ણય: ‘AI ક્રિએટર’ લેબલનું નામ બદલાશે; ખોટી માહિતી આપનાર પ્રોફાઈલ્સની રીચ થશે ડાઉન
આ પણ વાંચો :એક APK અને આખો ફોન જોખમમાં! MHAની ચેતવણી, પોર્ન એપના નામે સાયબર ફ્રોડથી બચો
