મુંબઈ,
બોલીવુડના રૂપેરી પડદાના સ્ટાર કપલ રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંપૂર્ણ વિધીવિધાનથી એકબીજાના થઇ ચુક્યા છે. “દિપવીર” નામથી પ્રખ્યાત આ કલાકારો સિંધી અને કોંકણી રિવાજથી લગ્નના તાંતણે બંધાયા છે, ત્યારે હવે તેઓના લગ્નની પ્રથમ તસ્વીર સામે આવી છે.
આ સાથે જ ઇટલીના લેક કોમોમાં સંપૂર્ણ થયેલા વર્ષ ૨૦૧૮ના સૌથી મોટા લગ્નની પ્રથમ તસ્વીરને જોવા મળી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
https://twitter.com/deepikapadukone/status/1063079371748057089
રણવીર સિંહ અને દિપીકા પાદુકોણના લગ્નની બે તસ્વીરો સામે આવી છે. એક તસ્વીરમાં દિપવીર કોંકણી રીતિરિવાજથી લગ્નની વિધિ કરી રહ્યા છે.

આ તસ્વીરમાં સાઉથ ઇન્ડિયન બ્રાઇડ બનેલી દિપીકા કઈક અલગ અંદાજમાં જોવા મળી રહી છે, જયારે વ્હાઈટ કલરના આઉટફિટમાં રણવીર સિંહ હેન્ડસમ લાગી રહ્યો છે.
જયારે લગ્નની બીજી તસ્વીરમાં દિપીકા અને રણવીર સીધા ગેટઅપમા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત લગ્નના આ ફોટોમાં દિપવીરની કેમેસ્ટ્રી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલીવુડના આ સ્ટાર કપલના લગ્નને પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા અને ત્યારથી જ તેઓના મેરેજની પ્રથમ તસ્વીરને જાહેર કરવાને લઈ રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ શુક્રવાર સાંજે ઇંતજાર સમાપ્ત થયો છે.
દિપવીરના લગ્નની તસ્વીરો શેર કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ હતી. દિપીકા પાદુકોણના ઈંસ્ટાગ્રામમાં આ તસ્વીરો શેર કર્યાની માત્ર એક જ મિનિટમાં ૧૨ હજારથી પણ વધુ લોકોએ પસંદ કરી હતી. આ ઉપરાંત સેકડો લોકોએ આ તસ્વીર શેર પણ કરી હતી.
