Surat News/ મંતવ્ય ન્યુઝના એહવાલની અસર, વરાછામાં કાર્યપાલક ઈજનેરની આખરે કરાઈ બદલી

મંતવ્યુ ન્યુઝના એહવાલ બાદ આખરે વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરની બદલી કરવામાં આવી.

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Surat)માં મંતવ્યુ ન્યુઝના એહવાલના પડઘા પડ્યા. મંતવ્યુ ન્યુઝના એહવાલ બાદ આખરે વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરની બદલી કરવામાં આવી. મામલો ઉગ્ર બનતા અંતે સુરતના અધિકારી કમલેશ વસાવાની બદલી કરાઈ અને કાર્યપાલક ઈજનેરે હવે શહેરના સાયન્સ સેન્ટર ખાતે બેસીને નોકરી કરવાની રહેશે.

સવા મહિના બાદ બે અધિકારીઓ નોકરી પર હાજર થયા. સુરતના કોપોરેટર ધર્મેશ ભાલાળા અને કાર્યપાલક ઈજનર વચ્ચે માથાકૂટ થઈ હતી. શહેરમાં આપના વિપુલ સુહાગીયા અને જીતેન્દ્ર કાછડીયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવા મામલે પાલિકાના વરાછા ઝોનના આસી. કમિશનર અને કાર્યપાલક ઈજનેરની ભૂમિકા સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા હતા. પાલિકા કેમ્પસમાં જ લાંચની ઘટના બનતા અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા હતા. જેના બાદ એસીબીએ દ્વારા બંને અધિકારીની પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે મંત્વય ન્યૂઝના એહવાલની અસર પડી અને આખરે રૂ દોઢ લાખના પગાર લેનારા અધિકારીની બદલી કરવામાં આવી. પાલિકાના ઝોનના ઝોનલ ઓફિસર એવા કાર્યપાલક ઈજનેર 15 કરતાં પણ વધુ દિવસ ગેરહાજર રહેતા પ્રશ્નો ઉઠયા હતા.

સુરત આપ પાર્ટીના બે કોર્પોરેટર ટ્રેપ બાદ રજા પર ઉતર્યા હતા. અને સવા મહિના બાદ બે અધિકારીઓ નોકરી પર હાજર થયા. બંને અધિકારીઓ સામે BJP કોર્પોરેટર નારાજ થયા હતા. જો કે આ મામલામાં આસી. કમિશનર ધનંજય રાણેને બચાવી લેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદના વટવા GIDCમાં લાગી વિકરાળ આગ

આ પણ વાંચો: ઈસનપુર પોલીસે નશામાં ધૂત બિલ્ડરની કરી ધરપકડ

આ પણ વાંચો: અસલાલીમાં દારૂના જથ્થા સાથે 17.33 લાખનો મુદ્દામાલ કબજે