અરવલ્લી જિલ્લાનાં નવી શિણોલ ગામમાં પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી છે. પરંતુ કામમાં ગેરરીતી આચરવામાં આવી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ગટર લાઈન બનાવવામાં હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો – ક્રેશ / હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ બે સપ્તાહમાં પૂર્ણ થવાની સંભાવના,નિવેદનો લેવામાં આવી રહ્યા છે….
આપને જણાવી દઇએ કે, ગામડાનાં વિકાસ માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ કટકી બાજ કર્મચારીઓ અને ભ્રષ્ટ નેતાઓનાં કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા વિકાસનાં કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાના કિસ્સાઓ અનેક વાર સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો અરવલ્લી જિલ્લાનાં ધનસુરા તાલુકામાં આવેલ નવી શિણોલ ગામનો સામેં આવ્યો છે. નવી શિણોલ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર લાઈનની કામગીરી તો કરવામાં આવી છે પરંતુ કામમાં ગેરરીતી આચરવામાં આવી હોવાના સ્થાનિકો એ આક્ષેપો લગાવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા વિકાસનાં કામો અંતર્ગત ગામમાં ગટર લાઈન બનાવવામાં હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવામાં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા છે.
આ પણ વાંચો – રાજકોટ / માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણોનું ડિમોલીશન કરી 13,476 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઇ
છેલ્લા એક વર્ષમાં ગટર લાઈન બે થી ત્રણ વખત તૂટી જતાં ગામમાં આવેલા કેટલાક વિસ્તારોમાં કાદવ કીચડ થઈ જતાં સ્થાનિક રહીશો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગટર લાઈનમાં થયેલી ગેરરીતિઓ અંગે તંત્ર દ્વારા તટસ્થ તપાસ થાય તે માટે સ્થાનિકો એ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટરથી લઈને તકેદારી આયોગ સુધી લેખિતમાં અરજીઓ કરી હોવા છતા તંત્રનાં પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે હવે નવી શિણોલ ગામે બનાવવામાં આવેલી ગટર લાઈનની કામગીરી અંગે તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
