Entertainment News : બોલિવૂડના જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય (Vivek Oberoi)પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક સમયે પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરનારા વિવેક ઓબેરોય ભલે હવે ફિલ્મી પડદે બહુ ઓછા સક્રિય જોવા મળતા હોય, પરંતુ બિઝનેસ વર્લ્ડમાં તેમની સફળતાનો કોઈ જવાબ નથી. ફિલ્મોમાં સતત સફળતા ન મળવા છતાં તેઓ આજે અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે અને રિયલ એસ્ટેટ સેક્ટર (Real Estate Business)થી કરોડોની કમાણી કરી રહ્યા છે.
Vivek Oberoi : ગેંગસ્ટરના પાત્રથી ડેબ્યૂ અને હિટ ફિલ્મોની યાદી
સુરેશ ઓબેરોયના વારસદાર અને ડેબ્યૂ: વિવેક ઓબેરોયનો જન્મ 3 સપ્ટેમ્બર 1976ના રોજ હૈદરાબાદમાં જાણીતા અભિનેતા સુરેશ ઓબેરોયના ઘરે થયો હતો. જીવનના 5 દાયકા પૂર્ણ કરી ચૂકેલા વિવેકે પિતાના પગલે ચાલીને એક્ટિંગ ક્ષેત્રે કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કંપની’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે ‘ચંદુ’ નામના ગેંગસ્ટરની યાદગાર ભૂમિકા ભજવી હતી.
20 વર્ષની કરિયર અને પ્રમુખ ફિલ્મો: પોતાના બે દાયકાથી વધુના એક્ટિંગ કરિયરમાં વિવેકે કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમની સફળ ફિલ્મોની યાદીમાં ‘મસ્તી’, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘ઓમકારા’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને ‘ક્રિશ 3’ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ છે. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું હતું, પરંતુ તેમણે હાર માનવાને બદલે બિઝનેસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
1200 કરોડની નેટવર્થ, લક્ઝરી બંગલા અને રોલ્સ-રોયસ જેવું કાર કલેક્શન
વિવેક ઓબેરોય હાલમાં પ્રતિ ફિલ્મ 3 થી 4 કરોડ સુધીની ફી લે છે, પરંતુ તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો નથી. વિવેકની કુલ નેટવર્થ 1200 કરોડથી વધુ (Vivek Oberoi Net Worth)છે. તેમની પાસે 3 આલીશાન લક્ઝરી બંગલા છે.
વિવેક ઓબેરોયનું રોયલ કાર કલેક્શન:
તેમના ગેરેજમાં અલ્ટ્રા-લક્ઝરી વાહનોનો કાફલો (Luxury Cars Collection)છે, જેમાં રોલ્સ-રોયસ કલિનન બ્લેક બેજ, મર્સિડીઝ-બેન્ઝ GLE 250D, ક્રાઈસ્લર 300C લિમોઝિન અને સ્પોટી લેમ્બોર્ગિની ગેલાર્ડો જેવી પ્રીમિયમ કાર્સ શામેલ છે.
રિયલ એસ્ટેટથી લઈને દુબઈ શિફ્ટ થવા સુધીની કહાની
નાની વયે શેરબજાર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: વિવેકે એક્ટિંગ ડેબ્યૂ કરતા પહેલા જ નાની ઉંમરે કમાણી કરવાનું શરૂ કરી દીધું હતું. 19 વર્ષની ઉંમરે તેમણે શેરબજારમાં રોકાણ કરવાની સાથે એક ટેક કંપની શરૂ કરી હતી, જેમાંથી તેમને 2 કરોડનો નફો થયો હતો. ત્યારબાદ વર્ષ 2015માં તેમણે ‘રઘુલીલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ કંપની સાથે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું અને 2016માં પોતાની કંપની ‘કર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ લોન્ચ કરી.
ગ્લોબલ રિયલ એસ્ટેટ અને ઈન્વેસ્ટમેન્ટ: એક્ટરે હેલ્થકેર, ફૂડ સેક્ટર, રેસિડેન્શિયલ પ્રોપર્ટી, ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં મોટું રોકાણ કર્યું છે. આ સિવાય તેઓ ‘ઓબેરોય મેગા એન્ટરટેઈનમેન્ટ’ નામના પ્રોડક્શન હાઉસના માલિક પણ છે. હાલમાં તેમણે દુબઈમાં વિશાળ રિયલ એસ્ટેટ બિઝનેસ સ્થાપિત કર્યો છે અને તેઓ ભારતથી દુબઈ શિફ્ટ થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો :સમય રૈનાના શોથી રાતોરાત છવાઈ ગઈ બિહારની શેરોન વર્મા
