Wedding/ રાજકુમાર રાવ અને પત્રલેખાનું વેડિંગ કાર્ડ થયું લીક, જાણો કયા લેશે સાત ફેરા

રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નનું વેડિંગ કાર્ડ લીક થયું છે અને હવે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં કપલના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે,

Trending Entertainment
વેડિંગ કાર્ડ

બોલિવૂડની દુનિયામાં આ દિવસોમાં લગ્નની મોસમ ચાલી રહી છે. રાગિણી એમએમએસ, શૈતાન, કાઈ પો છે, શાહિદ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર અભિનેતા રાજકુમાર રાવ આજે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર રાજકુમાર હવે નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલીઝ, માનુષી છિલ્લર જોવા મળશે આ ભૂમિકામાં

ઘણા દિવસોથી તેમની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સંદર્ભે, હવે રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નનું વેડિંગ કાર્ડ લીક થયું છે અને હવે તે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડમાં કપલના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે, જે આજની છે. આ કાર્ડ ટ્વિટર પર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યું હતું.

આ કાર્ડ રાજકુમાર રાવના ફેન પેજ પર વાઇરલ થયું છે. વાદળી રંગનું આ કાર્ડ પત્રલેખાના ફેમિલી સાઇડનું છે, જેમાં લખવામાં આવ્યું છે, ‘રાવ ફેમિલી તથા પોલ ફેમિલી તમને પત્રલેખા તથા રાજકુમારના લગ્ન પર સોમવાર 15 નવેમ્બર, 2021ના રોજ ચંદીગઢની ઓબેરોય સુખવિલાસમાં આમંત્રિત કરે છે.’ ફેન પેજમાં આ કાર્ડ શૅર કરીને કહેવામાં આવ્યું છે, ‘રાજકુમાર રાવ તથા પત્રલેખાની વેડિંગ સેરેમનીમાં તમામ વર્ચ્યુઅલી ઇનવાઇટેડ છે.’

https://twitter.com/Rajkummar_vibes/status/1459824723894833156?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1459824723894833156%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fentertainment%2Fbollywood-rajkummar-rao-and-patralekha-wedding-card-viral-in-chandigarh-823358

આ પણ વાંચો : ભારતી સિંહનો આ ફોટો જોઈને તમે પણ રહી જશો દંગ, અભિનેત્રીઓ આપી રહી છે ટક્કર

જણાવી દઈએ કે, આ પહેલા 13 નવેમ્બરના રોજ પત્રલેખા અને રાજકુમાર રાવે સગાઈ કરી હતી. વ્હાઈટ થીમ પર તેમની એંગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. વરરાજા રાજકુમાર રાવ વ્હાઈટ રંગના ક્લાસિક કુર્તા અને ચુડીદારના સેટમાં હેન્ડસમ લાગતો હતો. જ્યારે પત્રલેખાએ આઈવરી અને સિલ્વર રંગનું ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું. સાથે જ ગળામાં ડાયમંડ નેકલેસ હતો. રાજકુમાર અને પત્રલેખા બંનેએ ઘૂંટણિયે બેસીને એકબીજાને રિંગ પહેરાવી હતી. રિપોર્ટ પ્રમાણે, 13 તારીખે સગાઈ બાદ 14 નવેમ્બરે કપલની મહેંદી અને સંગીત સેરેમની થઈ હતી.

https://www.instagram.com/tv/CWOdNpZhOmV/?utm_source=ig_web_copy_link

પત્રલેખા અને રાજકુમારના લગ્નમાં 100-150 જેટલા મહેમાનોને આમંત્રણ અપાયું છે. કોરોનાના પ્રોટોકોલનું બરાબર પાલન થઈ શકે તે માટે માત્ર મર્યાદિત લોકોને બોલાવાયા છે. રાજકુમાર અને પત્રલેખાના વેડિંગ ફંક્શનને માણવા ઉપરાંત મહેમાનો હોટેલની આસપાસના આહ્લાદક વાતાવરણનો પણ આનંદ લઈ રહ્યા છે. કપલના લગ્ન થવાના છે તે હોટેલની આસપાસ ગાઢ લીલોતરી છે. રવિવારે ફરાહ ખાને હોટેલમાંથી મોર્નિંગ વ્યૂ બતાવતો વિડીયો શેર કર્યો હતો. હોટેલ સ્ટાફે ગોલ્ફ કાર્ટમાં બેસાડીને ફરાહને આખી પ્રોપર્ટીમાં ફેરવી હતી.

રાજકુમાર રાવ તથા પત્રલેખા છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ડેટ કરે છે. જોકે, તેમણે બોલિવૂડના અન્ય સેલેબ્સની જેમ પોતાના સંબંધો ક્યારેય છુપાવ્યા નથી. બંનેએ લૉકડાઉન દરમિયાનની અનેક તસવીરો-વીડિયો શૅર કર્યા હતા.

આ પણ વાંચો :બોલિવૂડનાં આ દિગ્ગજ કલાકારે કંગનાનું કર્યુ સમર્થન

આ પણ વાંચો :અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનું નવું પોસ્ટર રિલીઝ, સોશિયલ મીડિયામાં છવાયો એકટરનું લુક

આ પણ વાંચો :શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની વધુ મુશ્કેલીઓ, હવે આ મામલે નોંધાયો કેસ