Not Set/ કપિલ શર્માના શો ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મામાં જોવા મળશે નવજોતસિંહ સિંધુ

મુંબઈ કોમેડી કિંગ કપિલ શર્મા લાંબા બ્રેક બાદ પોતાના નવા શો ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા સાથે વાપસી કરશે. આ શો સાથે જાડાયેલ નવી નવી માહિતી રોજ સામે આવી રહી છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, કપિલ શર્માના નવા શોમાં નવજોતસિંહ સિંધુ પણ જોડાશે. તમને જણાવી દઈએ કે  આ પહેલા સિંધુ કોમેડી નાઈટ […]

Entertainment

મુંબઈ

કોમેડી કિંગ કપિલ શર્મા લાંબા બ્રેક બાદ પોતાના નવા શો ફેમિલી ટાઈમ વીથ કપિલ શર્મા સાથે વાપસી કરશે. આ શો સાથે જાડાયેલ નવી નવી માહિતી રોજ સામે આવી રહી છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, કપિલ શર્માના નવા શોમાં નવજોતસિંહ સિંધુ પણ જોડાશે.

તમને જણાવી દઈએ કે  આ પહેલા સિંધુ કોમેડી નાઈટ વીથ કપિલમાં મહત્વનો ભાગ હતા. શોની બાકી કાસ્ટિંગ પણ પહેલાથી જ નક્કી કરી લેવાઈ છે. સુત્રોનુ કહેવુ છે કે, સિંધુ આ શોનો એક એપિસોડ પણ શુટ કરી ચુક્યા છે અને ટૂંક સમયમાં તેનો પ્રોમો પણ રીલીઝ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, શો સાથે સિંધુના જોડાવાથી તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ છે. આ પહેલાના શોમાં સિંધુ પોતાની શાયરી અને હસવાની આદતના કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. તાજેતરમાં અભિનેત્રી નેહા પેડ્‌સે પણ આ શો સાથે જાડાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

મહત્વનું છે કે,  આ શોને કપિલ શર્મા હોસ્ટ કરશે અને શોનું શૂટિંગ બુધવારના દિવસે શરૂ પણ કરી દીધું છે.