બગદાદીનું નામ સંભાળતા જ ખોફનાક દ્રશ્યો નજર સામે આવી જાય . ISIS દ્વારા એક ઓડિયો ટેપ જાહેર કરીને પોતાના લીડર અબુ બકર અલ બગદાદીના મોત અંગેના સવાલોને ફરીથી એક વખત નકારી કાઢ્યા છે.

ISIS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કો, આ ઓડિયો ટેપમાં જે અવાજ છે તે બગદાદીનો જ છે. આ ઓડિયો ટેપમાં બગદાદી કાફિરો સાથે ટક્કર લેવાની વાત કરી રહ્યાં છે.
આઇએસ દ્વારા જાહેર કરવામાં આ ઓડિયો ટેપમાં ઉ.કોરિયા દ્વારા જાપાન અને અમેરિકાના આપવામાં આવતી યુદ્વની ધમકીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓડિયો ટેપમાં જણાવાયું છે કે, રશિયા સામે અમેરિકા કમજોર પડી રહ્યું છે અને તેને લડવાની હિમ્મત પણ છોડી દીધી છે.
૪૬ મિનિટની આ ઓડિયો ટેપમાં અનેક હુમલાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો કે, અમેરિકાએ દાવો કર્યો છે કે,બગદાદીને અમેરિકાએ હુમલામાં ઠાર કરી દીધો હતો. હવે જાણવાનું એ જ રહ્યું કે, અવાજ બગદાદીનો છે કે, નહી અને આ ઓડિયો ટેપ ક્યારે બનાવવામાં આવી હતી.
