બનાસકાંઠા જીલ્લાનાં સૌથી મોટા અને સહકારી રાજકીયક્ષેત્ર માટે મહત્વનાં ગણાતા ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રતિષ્ઠાનો જંગ સમી ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રદ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આજે 11 વાગ્યે યોજાનાર હતી. કોઇ અગમ્ય કારણોસર ચૂંટણી રદ કરવામાં આવી હોવાની જાણકારી માર્કેટયાર્ડનાં સેક્રેટરીને ટેલિફોનિક રીતે જાણ કરાઈ છે. સાથે સાથે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રદ્દ કર્યાની જાણકારી જીલ્લા રજીસ્ટ્રાર ને પણ કરવામાં આવી છે.
અચાનક જ કોઇ સયમ આપ્યા વિના ચૂંટણીનાં દિવસે જ પ્રતિષ્ઠાનાં જંગ સમી ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી રદ કરી દેવામાં આવતા બનાસકાંઠા જીલ્લાનાં રાજકીય અને ખાસ કરીને સહકારી રાજકીયક્ષેત્રમાં પણ ભૂકંપ જોવામાં આવ્યાની સાથે રાજકીય ગરમાવો પણ વધી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
